રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં મેમાં અષાઢી માહોલ જામ્યો છે. સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
આજે સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 2 મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 3 મેના રોજ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 3 મેના રોજ દાહોદ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ,બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.




