Yulu Wynn: ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલોની માંગ ઝડપથી વધી રહી છે, કસ્ટમર્સના આ વલણને ધ્યાનમાં રાખીને, નવી બ્રાન્ડ્સ આ સેગમેન્ટમાં તેમની હાજરી નોંધાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે Yuluએ તેનું નવું ઇલેક્ટ્રિક વ્હીકલ Yulu Wynn લોકલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. એટ્રેક્ટિવ લૂક અને પાવરફૂલ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમત માત્ર 55,555 રૂપિયા રાખવામાં આવી છે.
તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે, જેને રસ ધરાવતા કસ્ટમર્સ માત્ર રૂપિયા 999 ચૂકવીને બુકિંગ કરાવી શકે છે. આ મહિનાના મધ્ય સુધીમાં કંપની તેની ડિલિવરી પણ શરૂ કરી દેશે. આ બુકિંગ રકમ રિફંડપાત્ર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ હાલમાં તેને શરૂઆતની કિંમત સાથે લોન્ચ કર્યું છે, એટલે કે ભવિષ્યમાં તેની કિંમત વધી શકે છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલ આ પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ નથી જરૂરી
Yulu Wynn ને કંપની દ્વારા કોમ્પેક્ટ ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને સિટી રાઇડનું વધુ સારું વ્હીકલ બનાવે છે. કંપનીએ તેને યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. વિન સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) હેઠળ લો સ્પીડ ઈલેક્ટ્રિક વ્હીકલ કેટેગરીમાં આવે છે, જેના કારણે તમારે તેને ચલાવવા માટે ન તો હેલ્મેટની જરૂર છે, ન તો ડ્રાઈવિંગ લાયસન્સ કે ન તો રજિસ્ટ્રેશનની જરૂર છે. જો કે, તમારી પોતાની સિક્યોરિટી માટે, તમને સવારી કરતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી કરવામાં આવે છે.
પાવર અને પર્ફોમન્સ
કંપનીએ તેમાં 15V 19.3Ah બેટરી પેક આપ્યું છે. જે એક જ ચાર્જમાં 68 કિલોમીટર સુધીની IDC રેન્જ સાથે આવે છે. જોકે શહેરમાં તેની રેન્જ 61 કિલોમીટર છે. તેમાં BLDC ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેની ટોપ સ્પીડ 24.9 kmph છે. તેમાં સ્વેપ કરી શકાય તેવી બેટરી છે અને કંપનીનો દાવો છે કે તેની બેટરી એક્સચેન્જ કરવામાં માત્ર 1 મિનિટનો સમય લાગશે.
તેમાં ફ્રન્ટ સાઇડમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને બેક સાઇડમાં સ્પ્રિંગ કોઇલ સસ્પેન્શન છે. બંને વ્હીલમાં 110 mm ડ્રમ બ્રેક્સ છે. 100 કિલો વજનનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર કુલ બે કલરમાં સેલિંગ માટે ઉપલબ્ધ છે, જેમાં મૂનલાઇટ વ્હાઇટ અને સ્કાર્લેટ રેડનો સમાવેશ થાય છે.
‘ચાવી’ની નહીં પડે કોઈ જરૂર
દેશનું આ પહેલું એવું ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેમાં કીલેસ એક્સેસ આપવામાં આવ્યું છે. એટલે કે, તમારે તેને ચલાવવા માટે ફિજીકલ કીની જરૂર પડશે નહીં. તમે એપ દ્વારા કનેક્ટ કરીને તેને એક્સેસ કરી શકો છો. એટલું જ નહીં, તમે આ સ્કૂટરનો એક્સેસ તમારા પરિવારના પાંચ સભ્યો સાથે પણ શેર કરી શકો છો. આ માટે તમારે યુલુ એપનો ઉપયોગ કરવો પડશે.
કેવી હશે Yulu Wynnની સર્વિસ?
કંપનીનું કહેવું છે કે કસ્ટમર્સ Yulu એપ પર આ ઇલેક્ટ્રિક સ્કૂટરની સર્વિસિંગ માટે વિનંતી કરી શકે છે. જે પછી સેવા ટીમ કસ્ટમરનો સંપર્ક કરશે અને વ્હીકલને ઉપાડવા અને તેને કંપનીના કેન્દ્રીય સર્વિસ કેન્દ્રમાં લાવવાનો સમય નક્કી કરશે. એકવાર સર્વિસિંગ થઈ જાય પછી, વ્હીકલ કસ્ટમર દ્વારા ઉલ્લેખિત સરનામે પાછા મૂકવામાં આવશે. એટલે કે, તમારે તેની સર્વિસિંગ વિશે ચિંતા કરવાની જરૂર નથી. કંપની તેની સાથે એક વર્ષની વોરંટી આપી રહી છે.