ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની હતી. કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી મચી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમા આગના બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવનાનું જાણવા મળ્યું છે તેમજ આગના પગલે ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓ કચેરીમાંથી બહાર દોડી આવ્યા હતાં. જે બનાવના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ લાગી હતી ત્યાં ફક્ત ફર્નીચર બળ્યું છે.



