Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગરઃ બિનવારસી કારમાંથી મળ્યો હથિયારનો જથ્થો

2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા, 300 કારતૂસ મળી આવ્યા : શું કોઈ કાવતરું રચવામાં આવી રહ્યું હતું?

aaspassdaily by aaspassdaily
2023-05-09 10:27:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે, ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા, 300 કારતૂસ મળી આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર કોની છે અને હથિયારો ક્યાંથી લાવીને કારમાં મૂકવામાં આવ્યા હતા તે અંગે ઈન્ફોસિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર શહેરની સેક્ટરની બાઉન્ડ્રીને અડીને આવેલા સરગાસણ ગામમાં આવેલા સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે. કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઈન્ફોસિટી પોલીસે કાર કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાર્કિંગમાંથી અમદાવાદ પાર્સિંગની જે કાર ગાંધીનગરમાંથી મળી આવી છે તેના ધૂળની ચાદર ઢંકાયેલી છે, પોલીસે આ કારને કબજે કરીને વધુ તપાસ શરુ કરી દીધી છે. ગુજરાતભરના નેતાઓ અને અધિકારીઓ જ્યાં બેસે છે તે પાટનગરમાં બનેલી આ ઘટનામાં પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે. કાર જે હાલતમાં મળી આવી છે તે જોતા તે લાંબા સમયથી અહીં મૂકેલી હોય તેવી શંકાઓ ઉપજી રહી છે, પરંતુ આ કારમાં રહેલા હથિયારોનો શું ઉપયોગ થવાનો હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની સૌથી પહેલા તપાસ કરવામાં આવશે. આ સાથે આસપાસના વિસ્તારમાં આવેલી સીસીટીવીના ફૂટેજ મેળવીને કાર અહીં સુધી કઈ રીતે અને ક્યારે પહોંચી તેની તપાસ કરવામાં આવી શકે છે.
હ્યુન્ડાઈ વર્ના કાર કે જે ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી હતી, તે બિનવારસી હાલતમાં મળી આવી છે. અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જે બાદ કારમાં હથિયાર કઈ રીતે લાવવામાં આવ્યા અને તેનો શું ઉપયોગ કરવાનો હતો અને હથિયાર કોની પાસેથી લાવવામાં આવ્યા હતા તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Previous Post

જાપાનની ત્રણ મોટી બેંકોએ અદાણી ગ્રૂપમાં રોકાણ કરવાનું મન બનાવ્યું

Next Post

બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

વિસ્ફોટકો કન્ટેનરમાં લવાયા હતા: અમૃતસરમાં બબ્બે બ્લાસ્ટ મામલે ખુલાસો

વિસ્ફોટકો કન્ટેનરમાં લવાયા હતા: અમૃતસરમાં બબ્બે બ્લાસ્ટ મામલે ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.