Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈમરાન ખાન નહીં છૂટી શકે : ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને માન્ય રાખી

ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાની આગ: સમર્થકો એક સૈન્યનાં આવાસમાં ઘુસ્યાં

aaspassdaily by aaspassdaily
2023-05-10 10:22:23
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાનને એક મોટો ઝટકો આપતાં સેના દ્વારા કરાયેલી તેમની ધરપકડને માન્ય રાખી છે. બપોરે સેનાએ કોર્ટની બહારથી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. જે પછી તેઓ જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યાં હતા. જ્યાં રાતના 10.45ની આસપાસ હાઈકોર્ટે સુનાવણી કરતાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમની ધરપકડને માન્ય ગણાવી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે ઈમરાન ખાન નહીં છૂટી શકે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ગૃહ સચિવ અને આઈજી ઈસ્લામાબાદને કોર્ટની અવગણનાની નોટિસ જારી કરવામાં આવી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અમીર ફારુકે ફવાદ ચૌધરી, સૈફુલ્લા નિયાઝી, ફૈઝલ ચૌધરી, નઈમ હૈદર, અલી બુખારીની ધરપકડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ યોગ્ય છે. કોર્ટે પાક રેન્જર્સની કાર્યવાહિને યોગ્ય ઠેરવી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર ઈમરાનની ધરપકડ થઈ છે. અહીં ઇમરાન ખાન તેમની સામે નોંધાયેલા ઘણા કેસોમાં જામીન મેળવવા માટે આવ્યા હતા. ઈમરાન ખાને તાજેતરમાં જ પાકિસ્તાન આર્મી અંગે તીખા નિવેદનો આપ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કારણોસર પોલીસે નહીં પરંતુ સેનાએ તેમની ધરપકડ કરી છે. અત્યાર સુધી ઇમરાન ખાનની ધરપકડ કરવાના ઘણા પ્રયાસો થઇ રહ્યા હતા, પરંતુ પીટીઆઇના કાર્યકરો માનવ સાંકળ રચીને તેમને રોકતા હતા. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં સૈનિકો કોર્ટની બહાર આવી પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈમરાન ખાન જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ અંદર જાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પાકિસ્તાનનાં પૂર્વ CM ઈમરાનખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાની આગ સળગી છે. લાહોરનાં છાવણી વિસ્તારમાં એક સૈન્ય અધિકારીનાં આવાસમાં PTIનાં સમર્થકો ઘુસ્યાં હોવાની માહિતી સામે આવી છે. સ્થાનીય પત્રકાર મુર્તજા અલી શાહે ટ્વીટ કરીને આ માહિતી આપતાં જણાવ્યું છે કે’PTIનાં સમર્થકો લાહોર કેંટમાં સૈન્ય અધિકારીનાં ઘરમાં ઘુસી ગયાં છે.’ તેમણે વીડિયો પણ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લાઠીની સાથે સરકારી આવાસમાં પ્રવેશ કરી રહ્યાં છે ઈસ્લામાબાદથી અનેક વીડિયોને ફોટોઝ સામે આવી રહ્યાં છે જેમાં સમર્થકો અનેક સ્થળો પર આગ અને તોડફોડ કરતાં નજરે પડે છે. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પાકિસ્તાનમાં કલમ 144 લાગૂ કરી છે અને પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે જે આ કલમનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ
મંગળવારે રાત્રે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ સર્જાયેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત મંગળવારે રાત્રે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાનની ધરપકડ બાદ તેમના સમર્થકો દેશભરમાં પ્રદર્શન કરી રહ્યા છે.

Previous Post

નવી 68 માધ્યમિક સ્કૂલોને બોર્ડની મંજૂરી, મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની

Next Post

વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને તેમના નિવેદન માટે કાનૂની નોટિસ મોકલી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને તેમના નિવેદન માટે કાનૂની નોટિસ મોકલી

વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને તેમના નિવેદન માટે કાનૂની નોટિસ મોકલી

કેન્સરના દર્દીઓનો વધુ સારી સુવિધા આપવા  70 કરોડ ફાળવણી કરવાનો  નિર્ણય

કેન્સરના દર્દીઓનો વધુ સારી સુવિધા આપવા 70 કરોડ ફાળવણી કરવાનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.