Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત હીરા ઉદ્યોગમાં છેતરપિંડીના બનાવો વધ્યા

ગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારના 70 થી 80 કિસ્સા બનતા હોય છે પરંતુ કાયદાકીય ગુંચને કારણે જૂજ કિસ્સામાં જ ફરિયાદો થતી હોય છે

aaspassdaily by aaspassdaily
2023-05-11 10:32:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરત વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોની યાદીમાં સામેલ થયું છે ત્યારે ડાયમંડ સિટીની ચમક ઓછી કરવાનો પ્રયાસ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે કેટલાક લેભાગુતત્વો હીરાની દલાલીમાં આવીને લોકો સાથે છેતરપિંડી કરી ફરાર થતા હોવાના કિસ્સાઓમાં ચોકાવનારો વધારો જોવા મળી રહ્યો છે
છેલ્લા એક મહિનામાં સુરત શહેરમાં વિવિધ કિસ્સાઓમાં હીરાના વેપારીઓ સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. કેટલાક તત્વો હીરાનું પડીકું લીધા બાદ તેમાં હીરાની જગ્યાએ બીજી જ કોઈ વસ્તુ આપી દેતા હોવાનું સામે આવી રહ્યું છે. હીરાના ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારના 70 થી 80 કિસ્સા બનતા હોય છે પરંતુ કાયદાકીય ગુંચને કારણે જૂજ કિસ્સામાં જ ફરિયાદો થતી હોય છે
હીરા ઉદ્યોગમાં આ પ્રકારની ઘટનામાં વધારો થયો છે તો કેટલાક કિસ્સાઓમાં વેપારી પોતે પણ થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવા પ્રકારના શિકાર બની જતા હોય છે. બજારમાં જે હીરાની કિંમત હોય તેના કરતાં ચીટર દલાલ વધુ કિંમતે વેચવાની લાલચ આપે છે અને એક કે બે વાર સોદો કર્યા હોવાનો ડોળ કરીને રૂપિયા પણ હીરાના વેપારીને આપી દે છે. આવો ડોળ કર્યા પછી દલાલ હીરા વેપારીને છેતરીને પલાયન થઈ જાય છે.
ચીટર દલાલો હીરા વેપારીનો ભરોસો જીત્યા બાદ હીરાના પડીકામાંથી અસલી હીરા કાઢીને તેની જગ્યા ઉપર કાચના ટુકડા, ઘઉં, ખાંડ, ગુટખા વસ્તુઓ પધરાવી દે છે જ્યારે મૂળ માલિકને ખબર પડે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હોય છે. કેટલાક કિસ્સાઓમાં મોડું થવાને કારણે તો કેટલાકમાં કાયદાકીય ગૂંચને લીધે હીરા માલિકો પોલીસ સ્ટેશનનો દાદરો ચડવાથી ગભરાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો આરોપીઓની પહોંચ પણ ઉપર સુધી હોવાથી નાના વેપારીઓ તેમની સામે પડતા પણ ગભરાય છે
હાલમાં બનેલા કિસ્સાઓની વાત કરીએ તો સુરતના પુરામાં હીરાના પેકેટમાં થી ઓરીજનલ હીરા કાઢીને તેની જગ્યાએ ગુટકા મુકીને પાર્સલ પકડાવી દેવામાં આવ્યું હતું જે અંગે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે હીરા દલાલની ધરપકડ કરી છે. અને કિસ્સામાં હીરા દલાલે અસલી હીરા કાઢીને તેની જગ્યાએ ચણાની દાળ મૂકીને પેકેટ આપી દીધું હતું આ કિસ્સામાં પણ પોલીસે હીરા દલાલની વિરુદ્ધ કાર્યવાહી કરતા કિસ્સો બહાર આવ્યો હતો.
હીરાના વેપારીઓ માટે કામ કરતી મહત્વની બે સંસ્થાઓમાં પ્રથમ સંસ્થા સુરત ડાયમંડ એસોસિએશન અને બીજી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ બંને સંસ્થાઓ દ્વારા વારંવાર વેપારીઓને લાલચમાં ન પડવા તેમજ હીરા દલાલો ન ઓળખતા હોય તો તેમનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ક્યાંક વ્યાપારી પણ વધુ નાણાં કમાવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બને છે.

Previous Post

ઈમરાન ખાનના સમર્થકોએ પાક પીએમના ઘર પર હુમલો કર્યો

Next Post

વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત ‘મોચા’

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત ‘મોચા’

વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત ‘મોચા’

વિચિત્ર દાવો: પાકિસ્તાનમાં હિંસા પાછળભાજપ અને આરએસએસ !!

વિચિત્ર દાવો: પાકિસ્તાનમાં હિંસા પાછળભાજપ અને આરએસએસ !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.