દિલ્હીમાં સાક્ષીની હત્યાના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંસદસભ્ય હંસ રાજ હંસ આજે શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષીના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ પરિવારને મળ્યા બાદ સાંસદ હંસ રાજ હંસે કહ્યું કે આ સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવા અને મને સાક્ષીના પરિવારને મળવા મોકલ્યા છે. સાંસદ હંસ રાજ હંસે કહ્યું કે પોલીસને મળ્યા બાદ અમે આ પરિવાર માટે ખાસ વ્યવસ્થા કરીશું.






