ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી દુર્ઘટના બાદ રેલવેના પાટા પરથી કેટલાક કાગળો વેરવિખેર હાલતમાં મળી આવ્યા. જ્યારે આ કાગળોને ધ્યાનથી વાંચવામાં આવ્યા ત્યારે તેમાં બંગાળી ભાષામાં પ્રેમની કવિતાઓ લખેલી જોવા મળી. વાસ્તવમાં આ કોઈ ડાયરીના પાના હતા. તેમાં કોઈ વ્યક્તિએ માછલી, સૂર્ય. અને હાથીઓની તસવીર બનાવીને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ મુસાફરે પોતાની રજાઓના દિવસોમાં આ કવિતાને તેના પ્રેમના નામે લખી હતી. જોકે, હજુ સુધી આ મુસાફર સંબંધિત કોઈ જાણકારી સામે આવી નથી.
આ કાગળો પર બંગાળી ભાષામાં લખેલી પંક્તિઓ આ પ્રમાણે છે… “અલ્પો અલ્પો મેઘ થેકે હલ્કા બ્રિસ્ટી હોય, છોટો ચોટો ગોલ્પો ઠેકે ભાલોબાસા સૃષ્ટિ હોય.” બંગાળી ભાષામાં લખાયેલી આ કવિતાના અર્થ છે- “હું તને દરેક સમયે પ્રેમ કરવા માંગુ છું, તું મારા દિલની નજીક છે.” આ કવિતા લખેલા પેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.






