બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત મોકલવામાં આવી છે.
મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત આવવવા માટે રવાના થઈ છે. મહારાષ્ટ્રથી આવનારી NRDFની ટીમ રિઝર્વ રાખવામાં આવશે. અત્યારે કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRF, NDRFની 2-2 ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા NDRFની 1 ટીમ રિઝર્વ રખાઈ છે.




