Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ

આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી: ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

aaspassdaily by aaspassdaily
2023-06-13 10:24:16
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ચક્રવાત બિપરજોય ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જ્યારે કેશોદમાં 5.5 ઈંચ, સૂત્રાપાડામાં સવા 5 ઈંચ, માળિયા હાટીનામાં 5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, વંથલીમાં સવા 3 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ, તલાલામાં પોણા 2 ઈંચ, જૂનાગઢમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે.

ગુજરાતના કેટલાક જિલ્લાઓની શાળામાં રજા જાહેર કરાઈ
બિપરજોય વાવાઝોડાના ખતરાને જોતા દરિયા કાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. નવસારીના દરિયાકાંઠાના ગામોના બીચ પર સહેલાણીઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવલ, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં 2 દિવસ, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. તો ગીર સોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે.

Previous Post

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત: તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

Next Post

World Cup 2023: ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ થઈ શકે છે આજે જાહેર , ભારત- પાકિસ્તાન 15 ઓક્ટોબરે સામ- સામે ટકરાશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
World Cup 2023: ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ થઈ શકે છે આજે જાહેર , ભારત- પાકિસ્તાન 15 ઓક્ટોબરે સામ- સામે ટકરાશે

World Cup 2023: ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ થઈ શકે છે આજે જાહેર , ભારત- પાકિસ્તાન 15 ઓક્ટોબરે સામ- સામે ટકરાશે

પ્રભાસ પાસે ઘર છે, કાર છે, પૈસા છે, તેના અભિમાન સામે બોલિવૂડ સ્ટાર્સ પણ ફિક્કા પડે છે…

પ્રભાસ પાસે ઘર છે, કાર છે, પૈસા છે, તેના અભિમાન સામે બોલિવૂડ સ્ટાર્સ પણ ફિક્કા પડે છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.