વાવાઝોડું નજીક આવતા કચ્છના જખૌમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ થઈ ગઈ છે. જખૌ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પર પવનની ગતિ પણ વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અતિ વિનાશક વાવાઝોડું બિપરજોય જખૌના દરિયા કિનારે ટકરાશે. આ વાવાઝોડું સાંજે 6થી 9 વાગ્યાની વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડા સમયે 115થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
વાવાઝોડું નજીક આવતા કચ્છના જખૌમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ થઈ ગઈ છે. જખૌ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પર પવનની ગતિ પણ વધી ગઈ છે. બંદર પર ભારે પવન સાથે ભારે વરસાદ પણ શરૂ થયો છે. કચ્છના માંડવી ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે, માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા છે. કારણે કે કચ્છના દરિયા કિનારે આજે બિપરજોય તકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
IMDના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું કચ્છની ખૂબ નજીક પહોંચી ગયું છે. બિપરજોય વાવાઝોડું જખૌથી 180 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે.



