વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅમેરિકાની મુલાકાત લઇ રહ્યા છે તે સમયે ડીજીટલ ચીપ બનાવતી જાયન્ટ કંપની મીક્રોન ભારતમાં રોકાણ કરવા માટે એક બીલીયન ડોલરના કરારની ઓફર કરશે. ભારતમાં ચીપના ઉત્પાદન માટે લાંબા સમયથી મોદી સરકાર વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટ ચલાવી રહી છે અને તેના પ્લાન ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી છે.
બીજી તરફ અમેરિકા પણ ઇચ્છે છે કે હાલ ડીજીટલ ચીપના માર્કેટમાં જે રીતે ચીનની બોલબાલા છે તેના બદલે હવે ભારત સહિતના દેશો તેમાં આગળ વધે તે ઇચ્છે છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના પ્લાનનો સમાવેશ થઇ ગયો છે. ચીને પણ અમેરિકી કંપની મીક્રોનની ચીપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો છે અને તેથી આ કંપનીને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે વધુ સાનુકુળતા રહેશે.




