Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટાઈટેનિક જોવા ગયેલા 5 અબજોપતિના કેપ્સ્યૂલમાં મોત

ટાઈટેનિકના પણ 1600 ફૂટ નીચેથી કેપ્સ્યૂલનો કાટમાળ મળ્યો

aaspassdaily by aaspassdaily
2023-06-23 12:08:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટાઇટેનિક જહાજના કાટમાળથી પણ 1600 ફૂટ નીચે ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ મળી આવ્યો છે. કેપ્સ્યૂલમાં હાજર તમામ પાંચ લોકોનાં મોત થયા છે. જેમાં બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ ડાઈવર પૉલ-હેનરી, પાકિસ્તાની -બ્રિટિશ બિઝનેસમેન શહજાદા દાઉદ, તેનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઈઓ સ્ટોકટન રશનો સમાવેશ થાય છે. યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ ગુરુવારે આની પુષ્ટિ કરી હતી. ટાઇટેનિકનો કાટમાળ બતાવવા ગયેલી આ કેપ્સ્યૂલ 4 દિવસ એટલે કે 18 જૂનની સાંજથી ગુમ હતી.
યુએસ કોસ્ટ ગાર્ડના આર એડમિરલ જ્હોન મૌગરે કહ્યું- એટલાન્ટિક મહાસાગરમાં કેપ્સ્યૂલના કાટમાળને રિમોટલી ઓપરેટેડ વાહન દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. શક્ય છે કે તેમાં વિસ્ફોટ થયો હોય. જોકે વિસ્ફોટ ક્યારે થયો તે હાલ જણાવવું મુશ્કેલ છે.
રોઇટર્સ અનુસાર, કેપ્સ્યૂલને 18 જૂને ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે એટલાન્ટિક મહાસાગરમાં છોડવામાં આવી હતી. તે 1:45 કલાક પછી ગુમ થઈ ગઇ. છેલ્લા 4 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, જેને હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. શોધમાં યુએસ, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના એરક્રાફ્ટ અને જહાજો સામેલ હતા.
સીએનએન અનુસાર, 22 ફૂટ લાંબી ટાઇટન કેપ્સ્યૂલના 5 ભાગો કાટમાળમાંથી મળી આવ્યા છે. જેમાં ટેલ કોન અને પ્રેશર હલના 2 સેક્શન સામેલ છે. યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કાટમાળમાંથી કોઈ મુસાફરના અવશેષો મળ્યા નથી. કેપ્સ્યૂલ બનાવનારી કંપની ઓસેનગેટે કહ્યું- અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો સાચા સંશોધક હતા. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે છીએ. કોસ્ટ ગાર્ડના એડમિરલ મૌગરે જણાવ્યું કે રોબોટિક એરક્રાફ્ટ એટલાન્ટિક મહાસાગરમાં કાટમાળ એકત્ર કરવાનું ચાલુ રાખશે. તેના દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, દરિયામાં આટલા ઊંડાણમાં મૃત્યુ પામેલા લોકો વિશે કંઈપણ શોધવું ખૂબ મુશ્કેલ છે.
આ પહેલા બુધવારે કેનેડા તરફથી સર્ચ ઓપરેશનમાં સામેલ એક એરક્રાફ્ટે સોનાર બોયની મદદથી કેટલાક અવાજો સાંભળ્યા હતા. NN અનુસાર, તે તે જ સ્થાનની નજીક રેકોર્ડ કરવામાં આવ્યું હતું જ્યાં ટાઇટેનિકનો કાટમાળ સ્થિત છે. અવાજો લગભગ 30 મિનિટના અંતરાલમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. પછી 4 કલાક પછી સોનારે ફરીથી તેમને શોધી કાઢ્યા.

Previous Post

ભારતની લોકશાહીમાં ધર્મ, જાતિના આધારે કોઈ ભેદભાવ નથી – વડાપ્રધાન મોદી

Next Post

IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની પસંદગી, રોહિત શર્મા રહેશે કેપ્ટન

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
IND Vs WI:  વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની પસંદગી, રોહિત શર્મા રહેશે કેપ્ટન

IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની પસંદગી, રોહિત શર્મા રહેશે કેપ્ટન

આ દિવસે, 10 વર્ષ પહેલા, ટીમ ઇન્ડિયાએ જીત્યું હતું તેનું છેલ્લું ICC ટાઇટલ , ફાઇનલમાં ઇંગ્લેન્ડનની ટીમ ને હરાવી હતી

આ દિવસે, 10 વર્ષ પહેલા, ટીમ ઇન્ડિયાએ જીત્યું હતું તેનું છેલ્લું ICC ટાઇટલ , ફાઇનલમાં ઇંગ્લેન્ડનની ટીમ ને હરાવી હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.