ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલ એક્શન મોડમાં આવી ગયા છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ નેતાઓ સરકારની જાહેરતા કેટલી મદદરૂપ છે તે ચકાસશે. આ ઉપરાંત આ તમામ નેતાએ સરકારની જાહેરાત મુજબ સહાય મળી છે કે નહીં તે ચકાસશે.
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહે એક્શન પ્લાન બનાવ્યો છે. તેમણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે. તે જિલ્લાઓમાં નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી પાર્ટીના સિનિયર નેતાઓને સોંપી છે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચનાની પણ કરવામાં આવી છે. તેમણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી ત્રણ નેતાઓને સોંપી છે. આ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીને સોંપી છે.
કચ્છની જવાબદારી લલિત કગથરા, જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે. જામનગર અને દ્વારકાની જવાબદારી અમરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપવામાં આવી છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી, ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલીયાને સોંપી છે. આ તમામ કોંગ્રેસના નેતાઓ સરકારની જાહેરાત કેટલી મદદરૂપ છે, જાહેરાત મુજબ સહાય મળી કે નહીં તે ચકાસશે. આ ઉપરાંત તેઓ ગામમાં વીજળી પહોંચી કે નથી પહોંચી તે ચકાસશે. પરિસ્થિતિ જાણીને તે અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.




