હવે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસે એની રાહ જોવાઈ રહી છેએવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે હવે જલદી ચોમાસું ગુજરાતમાં આવી જશે. ભારેથી અતિભારે વરસાદ થશે અને નદીઓ બે કાંઠે વહેતી થશે.
25થી 30 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.



