રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત છે. 7 જેટલા ચીફ ઓફિસરોની બદલી જ્યારે છ જેટલા આઈએફએસ અધિકારીઓને બઢતી સાથે બદલી કરાઈ છે નગરપાલિકાઓના ચીફ ઓફીસર સંર્વગના સાત અધિકારીઓને જાહેર હિતમાં તેઓની હાલની જગ્યાએથી બદલી કરી છે.
દશરથસિંહ એન ગોહિલને ભરૂચથી બદલી કરી વલસાડ, સંજય એચ પટેલને સિધ્ધપુરથી બદલી ચાણસ્મા, સાવનકુમાર સી રતાણીને કપડવંજથી ખેડબ્રહ્મા , કૈલાશબેન પ્રજાપતિને RCM રાજકોટથી કપડવંજ, મનોજ આર સોલંકીને પોરબંદર-છાયાથી કલોલ ખાતે બદલી કરાઈ છે. વિજય એન પરીખને કલોલથી ડે. ડાયરેક્ટર, GMFB ખાતે બદલી કરાઈ છે.
છ આઈએફએસ અધિકારીએે બદલી સાથે બઢતી પણ કરાઈ છે. જેમાં ડૉ. સંદીપ કુમારની રાજકોટ ખાતેથી બઢતી સાથે કેવડિયા બદલી કરાઈ છે. પ્રદીપ સિંહ તેમજ ડૉ કે શશીકુમાર તેમજ શ્રી આર સેંથિલકુમારન, ડો ટી કરુપ્પાસામી અને શ્રી પૂ પુરુષોત્તમાની પણ બઢતી સાથે બદલી કરાઈ છે.



