Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

બે અલગ અલગ ઓપરેશનમાં POKમાં 15 ત્રાસવાદી ઠાર

સપ્તાહના અંતે શરૂ થનારી અમરનાથ યાત્રા ટાર્ગેટ હતી: શસ્ત્રોનો મોટો જથ્થો ઝડપાયો

aaspassdaily by aaspassdaily
2023-06-28 11:43:53
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં આગામી તા.1થી પ્રારંભ થઈ રહેલી અમરનાથ યાત્રા પુર્વે ભારતીય સેનાએ આ યાત્રા ખોરવવા સહિતના ત્રાસવાદી હુમલા માટે તૈયાર રહેલા અને ભારતીય સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહેલા બે અલગ અલગ ઓપરેશનમાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટના 15 ત્રાસવાદીઓને ઠાર માર્યા છે. આ બન્ને ઓપરેશન હાઈટેક સર્વલન્સ સીસ્ટમનો ઉપયોગ કરીને પાક કબ્જાના કાશ્મીરમાં કરવામાં આવ્યા હતા.
તા.16 અને 24 જૂનના આ ઓપરેશન કરાયા હતા અને ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કાશ્મીરની મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી અને તે સમયે તેઓને ત્યાં ઓપરેશનની સફળતાની જાણ કરવામાં આવી હતી. પીએએફએફ એ જૈશ-એ-મોહમ્મદનું નવું સંગઠન છે અને તે કાશ્મીરમાં લોકોને ઉશ્કેરવાનો પ્રોપેગંડા ચલાવે છે પણ તા.1 જુલાઈથી જે અમરનાથ યાત્રા શરૂ થવાની છે તે પુર્વેજ તે ભારે શસ્ત્રોથી સજજ ત્રાસવાદીઓને ખીણમાં ઘુસાડીને મોટો હુમલો કરે તેવી તૈયારી અંગે બાતમી મળતા જ તે તમો ભારતમાં ઘુસે તે પુર્વે પીઓકે પણ આ ઓપરેશન ચલાવવા નિર્ણય લેવાયો હતો.
રાજયના માછીલ તથા કુપવારા ક્ષેત્રમાં ત્રાસવાદીઓ ઘુસણખોરી માટે જે રૂટનો ઉપયોગ કરે છે. તેના પર નજર રાખવા માટે અતિઆધુનિક સર્વેલન્સ સીસ્ટમ તથા અન્ય સાધનો ગોઠવીને સરહદ પારની થતી હિલચાલ પર સતત નજર રાખવામાં આવતી હતી. આ સમયે અલગ અલગ હવે સમયે તા.12 જૂન અને તા.23 જૂનના બે ત્રાસવાદી જૂથો પીઓકેમાંથી સરહદ પાર કરવાની કોશીશમાં હતા. તે સમયે જ એક અચૂક ઓપરેશનથી તેઓને પાક કબ્જાના કાશ્મીરની સીમામાં ઠાર મરાયા હતા અને તે બાદ તા.15 જૂનથી ફરી હિલચાલ શરૂ થતા તેના પર પણ ખાસ વોચ ગોઠવાઈ હતી અને તેમાં પણ ત્રાસવાદીઓ ઘુસે તે પુર્વે જ ઠાર મરાયા હતા.
આ ઉપરાંત હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક મોટા ઓપરેશનમાં 12 રાઈફલ તથા એ-વન ગ્રેડનું ડ્રગ જેની કિંમત રૂા.5 કરોડની થાય છે તે પણ ઝડપી લેવાયુ હતું અને નવ એકે-7 ત્રણ પિસ્તોલ- ચાર ગ્રેનેડ પણ ઝડપાયા હતા. લશ્કરી સૂત્રોના જણાવ્યા મુજબ હથિયારો તથા ડ્રગની ખેપ આ ઘુસણખોરી પુર્વે જ મોકલીને બાદ અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાએ આ ઓપરેશન ચુપકીદીથી પાર પાડયું હતું અને બંને વખતે ત્રાસવાદીઓને ઘુસણખોરીમાં પ્રયાસ કરી રહેલ પાકિસ્તાની સેનાને પણ ઉંઘતી ઝડપી હતી. અમરનાથ યાત્રા માટેની સુરક્ષા પણ હવે વધુ કડક બનાવાઈ છે અને બાલતલ તથા પહલગાવ કેમ્પમાં વધુ અર્ધલશ્કરી દળો ગોઠવાયા છે.

Previous Post

ગામડાનો વિકાસ થશે ત્યારે જ ભારતનો વિકાસ – મોદી

Next Post

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ચીખલીમાં 2 કલાકમાં 2 ઈંચ

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઇસરોએ ગગનયાન માટે બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

April 10, 2026
Next Post
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ચીખલીમાં 2 કલાકમાં 2 ઈંચ

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ચીખલીમાં 2 કલાકમાં 2 ઈંચ

જો તમે પણ બેલીફેટ ઓછું કરવા માંગતા હોવ‌ તો આ બીનું કરો સેવન

જો તમે પણ બેલીફેટ ઓછું કરવા માંગતા હોવ‌ તો આ બીનું કરો સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.