શેરબજારની નિયમન કરતા સેબીની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને હવે આઇપીઓ લાવનારી કંપનીઓ ઇસ્યુ બંધ થયાના ત્રણ દિવસ પછી જ આઇપીઓ સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ કરવાનો રહેશે તેવુ જણાવાયું છે. સેબીના આ નિર્ણયને પગલે આઇપીઓના લિસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને રોકાણકારને આઇપીઓમાં અરજી પર શેર ફાળવણી નહિ થાય તેવા લોકોને તેમના પૈસા ટૂંક સમયમાં જ પરત મળી જશે.
સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચે મહત્વની માહિતી અને બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં કરવામાં આવેલ નિર્ણયોની માહિતી આપી છે. જેમાં જણાવાયા અનુસાર સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને લઈને પણ નિર્ણય બનાવ્યો છે. સેબી દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે ડિસ્ક્લોઝરના ધોરણો અંગે આકરું વલણ અપનાવી નિયમ કડક બનાવાયો છે. હવે ઓફશોર ફંડ કે જેઓ તેમના કુલ રોકાણના 50 ટકા એક જ કોર્પોરેટ જૂથમાં કરે છે તેમણે તેમના તમામ રોકાણકારોના નામ જાહેર કરવા પડશે.
FPI માટે આ નવો નિયમ હિંડનબર્ગના અદાણી ગ્રૂપના શેર અંગે જારી કરાયેલા અહેવાલને પગલે આ પ્રકારનો બદલાવ સેબી દ્વારા કરાયો યુવાનું માનવામાં આવે છે જો કે આ અંગે કોઈ સતાવાર સમર્થન મળ્યું નથી. ભારતના ઇક્વિટી માર્કેટમાં રૂ. 25000 કરોડથી વધુનું રોકાણ કરનારા આવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ તેમના તમામ રોકાણકારોના નામ જાહેર કરવા પડશે. નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ડિલિસ્ટિંગને સેબી દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. બીજી બાજુ સેબી દ્વારા ડેટ સિક્યોરિટીઝના લિસ્ટિંગના ધોરણોમાં પણ અમુક રાહત આપી છે. તો મ્યુચ્યુઅલ ફંડના ફી માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે કુલ ખર્ચના ગુણોત્તરમાં કોઈ ફેરફાર થયો નથી. સેબી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર વસૂલવામાં આવતી ફી ઘટાડવાની સાથે ચર્ચા કરી શકે છે.તેવી અપેક્ષા હતી. જોકે આજની બોર્ડ મિટિંગમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી!





