ઓગસ્ટમાં દેશભરની યુનિવર્સીટીમાં નવુ શૈક્ષણીક સત્ર શરૂ થઈ જશે. 2023-24 થી યુજીસીની નવી ગાઈડલાઈન મુજબ 105 થી વધુ યુનિ.માં ચાર વર્ષનાં અન્ડર ગ્રેજયુએઠ કોર્સ લાગુ થઈ રહ્યો છે. આ સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. ચાર વર્ષંનાં કોર્સને લઈને યુજીસી રાજય સરકાર સાથે ચર્ચા કરી રહી છે. જેથી રાજયોની યુનિવર્સીટી પણ નવી સીસ્ટમ અપનાવે.
ચાર વર્ષનાં આ કોર્સ વિદ્યાર્થીઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. અને આ, કોર્સ વિદેશમાં અભ્યાસનો રસ્તો પણ સરળ બનાવશે. હવે દેશમાં જ વિદેશી યુનિવર્સીટીનાં કેમ્પસ ખુલશે. ભારતીય અને વિદેશી યુનિવર્સીટીઓ વચ્ચે ટાઈઅપ થશે. જે ભારતીય યુનિવર્સીટીમાં ચાર વર્ષનો કોર્સ હશે તે વિદેશી યુનિવર્સીટી સાથે સરળતાથી ટાઈઅપ કરી શકશે અને વિદ્યાર્થીઓ રસ્તો સરળ બનશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને પોસ્ટ ગ્રેજયુએશન કે અભ્યાસ કરવા ઈચ્છે છે.તેમને પણ ચાર વર્ષનાં કોર્સથી ફાયદો થશે કારણ કે પ્રવેશનો રસ્તો તો સરળ બનશે જ સાથે સાથે બન્ને જગ્યાનાં ભણતરમાં પણ ઝાઝુ અંતર નહીં હોય.
ગ્લોબલ સ્ટાન્ડર્ડ ફોલો કરવામાં આવશે.યુજીસીનાં ચેરમેન પ્રો.એમ.જગદીશકુમારનું કહેવુ છે કે આગામી વર્ષથી ફોર યર કોર્સ લાગુ કરનારી યુનિવર્સીટીની સંખ્યા બેથી ત્રણ ગણી હોઈ શકે છે.






