મેક્સિકોમાં એક ભયંકર બસ દુર્ઘટનામાં મુસાફર સહિત એક બસ રોડ પરથી સ્લીપ થઈ અને 80 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. અનુમાન છે કે મૃત્યુનો આંકડો હજુ પણ વધી શકે છે. આ ઘટના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં બની હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક આંકડા અનુસાર 27 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ ચુક્યા છે. જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ અધિકારીઓએ દુર્ઘટનાના કારણની તપાસ શરુ કરી છે. અકસ્માતની શરુઆતની તપાસમાં સામે આવ્યું છે કે બસમાં ટેકનીકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો છે. સિવિલ પ્રોટેકશન એજન્સીના જણાવ્યાનુસાર અકસ્માત એટલો ભયંકર છે કે તેમાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે ઘાયલ લોકોમાંથી પણ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા.




