Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Sports: મીનુ મણિની મહેનત રંગ લાવી, બાંગ્લાદેશ સામે કર્યું ડેબ્યૂ, આદિવાસી દીકરીની વાર્તા સંઘર્ષથી ભરેલી

aaspassdaily by aaspassdaily
2023-07-09 16:24:04
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કહેવાય છે કે જો દિલમાં જોશ હોય તો દરેક સપના સાકાર થાય છે. દરેક વ્યક્તિ મોટા સપના જુએ છે, પરંતુ એવા થોડા જ લોકો હોય છે જેમનું નસીબ ચમકે છે અને તેમને આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવવાની સોનેરી તક મળે છે.

આવું ઘણીવાર ક્રિકેટમાં જોવા મળે છે, જ્યાં ઘણા યુવા ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શનને કારણે રાષ્ટ્રીય ટીમ માટે સિલેક્ટ થાય છે. આવું જ કંઈક કેરળના વાયનાડ જિલ્લાની આદિવાસી દીકરી મીનુ મણિ સાથે થયું છે. તેની મહેનત રંગ લાવી છે. સંઘર્ષોથી ભરેલા જીવન બાદ મીનુને તેનો પુરસ્કાર મળ્યો છે.

વાસ્તવમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઢાકાના શેર-એ બાંગ્લા સ્ટેડિયમમાં 9 જુલાઈએ એટલે કે આજે બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમી રહી છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ પહેલા ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કેપ મીનુ મણિ અને અનુષા બરેદ્દીને પહેરાવવામાં આવી હતી. આ બંને યુવા ખેલાડીઓએ બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે.

મીનુ મણીની સંઘર્ષોથી ભરેલી કહાણી

જણાવી દઈએ કે, મીનુને મહિલા IPL ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 30 લાખ રૂપિયામાં ટીમાં સામેલ કરી હતી. મીનુ કેરળની એકમાત્ર ક્રિકેટર છે, જેણે ક્રિકેટની શરૂઆત ત્યારે કરી જ્યારે તેનો પરિવાર આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. માતા-પિતાને તેણીને આ રમત રમવાનું બિલકુલ પસંદ ન હતું, કારણ કે તેઓ માનતા હતા કે આ રમત ફક્ત છોકરાઓને જ અનુકૂળ આવે છે, છોકરીઓ તેને રમી શકતી નથી, પરંતુ મીનુને આ રમત પ્રત્યે એટલો લગાવ હતો કે તેણે 8માં ધોરણમાં જ આ રમત રમવાનું અને કોચિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. આ પછી તેણે તેના પરિવાર સાથે ઘણીવાર ખોટું બોલ્યું જેથી તે ક્રિકેટ રમી શકે. તે અભ્યાસના બહાને ક્રિકેટ રમવા જતી હતી. તે 42 કિલોમીટર દૂર ચાર બસ બદલીને ક્રિકેટ રમતી હતી. મીનુના પિતા કુલી છે અને માતા ઘરનું કામકાજ સંભાળે છે.

આવી સ્થિતિમાં, આર્થિક સ્થિતિ સારી ન હોવાથી, તે તેના પરિવારને મદદ કરવા માંગતી હતી અને બાંગ્લાદેશ સામે ભારત A તરફથી રમી હતી, જ્યાંથી તેને પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. આ પૈસાથી તેણે ઘર બનાવ્યું હતું, પરંતુ તેનું ઘર 2018-19માં આવેલા પૂરમાં ધોવાઈ ગયું હતું અને તેણે બાંગ્લાદેશ સામે મળેલી મેચ ફીથી તેને ફરીથી બનાવ્યું હતું.

Previous Post

કાજોલે કર્યું ટ્વિટ:’દેશના નેતાઓ શિક્ષિત નથી’, વિવાદ થતા કહ્યું- મારો ઇરાદો એ નહોતો…

Next Post

Business: થ્રેડ્સ એપ પર ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનું આશ્ચર્યચકિત નિવેદન, કહ્યું- થ્રેડ્સ ન્યૂઝ અને પોલિટિક્સ માટે નથી…

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
Business: થ્રેડ્સ એપ પર ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનું આશ્ચર્યચકિત નિવેદન, કહ્યું- થ્રેડ્સ ન્યૂઝ અને પોલિટિક્સ માટે નથી…

Business: થ્રેડ્સ એપ પર ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનું આશ્ચર્યચકિત નિવેદન, કહ્યું- થ્રેડ્સ ન્યૂઝ અને પોલિટિક્સ માટે નથી...

ચોમાસામાં ચહેરા પર ખીલ થાય છે? છુટકારો મેળવવા માટે આ રીતો અપનાવો

ચોમાસામાં ચહેરા પર ખીલ થાય છે? છુટકારો મેળવવા માટે આ રીતો અપનાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.