Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

હિમાચલમાં માં મેઘતાંડવ : 72ના મોત: પંજાબ, રાજસ્થાન, ઉતરાખંડમાં ભારે મેઘવર્ષા

હિમાચલમાં દુર્ગમ સ્થળે ફસાયેલા 300 લોકોને ઉગારવા આર્મી દોડયું: ઉતરાખંડના 11 જીલ્લામાં રેડએલર્ટ: લોકોને પહાડી ક્ષેત્રમાં પ્રવાસ નહી કરવા સલાહ: અંબાલા હાઈવે પણ ટ્રક ડુબે તેટલા પાણી: પંજાબ સાથેનો રેલવ્યવહાર પણ બંધ

aaspassdaily by aaspassdaily
2023-07-11 12:12:39
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી:
ઉતર ભારતમાં સતત ત્રીજા દિવસે ચાલુ રહેવા ભારે વરસાદમાં એક તરફ હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે અને રાજયના છ જીલ્લા ભારે વરસાદ, પુર તથા વિનાશક સ્થિતિના કારણે તબાહ થઈ ગયા છે તથા લાખો લોકો સુધી પહોચવું પણ અઘરુ થયુ છે તો બીજી તરફ પાટનગર દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે અને ત્યાના નિચાણવાળા ક્ષેત્રોમાં પાણી ભરાતા ખુદ ગૃહમંત્રી અમિત શાહ હવે પરીસ્થિતિ પર કંટ્રોલ કરવા મેદાનમાં આવી ગયા છે તો ઉતર ભારતમાં હરિયાણા તથા પંજાબમાં પણ થઈ રહેલી ભારે વર્ષાથી અંબાલા જી.ટી.રોડ બંધ થતા હરિયાણાના પંજાબ સાથેનો સંપર્ક તુટી ગયો છે તથા હાઈવેથી લઈને રેલવે માર્ગ તથા ખેતરોમાં ચોતરફ પાણી-પાણી જ નજરે ચડે છે.
હિમાચલમાં અલગ અલગ ક્ષેત્રમાં 300 લોકો હજું ગંભીર સ્થિતિમાં ફસાયા છે જેને ઉગારવા આર્મીની મદદ લેવાઈ છે. સિમલા કાલકા માર્ગ પર ભૂસ્ખલનના કારણે રેલવે માર્ગ પણ ઠપ્પ થઈ ગયો છે. હિમાચલમાં તમામ નદીઓ ભારે ઉફાણ હેઠળ છે. પંચવત્રક મંદિર પણ પાણીથી ઘેરાઈ ગયુ છે.
ઉતરાખંડમાં પણ ભારે વરસાદથી પરીસ્થિતિ બગડી છે તો જમ્મુ-કાશ્મીરમાં વરસાદી વાતાવરણ યથાવત રહેતા સતત બીજા દિવસે અમરનાથ યાત્રા રોકવાની ફરજ પડી છે. હિમાચલમાં છેલ્લા ચાર દિવસના ભારે વરસાદમાં 72 લોકો માર્યા ગયા છે તો ઉતરાખંડમાં પણ તોફાની વરસાદી આરંભથી ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ બની રહી છે. ઉતર ભારતમાં જમ્મુ-કાશ્મીરથી ઉતરાખંડ -હરિયાણા -પંજાબ-ઉતરપ્રદેશ અને છેક રાજસ્થાન સુધી વરસાદથી બે-બે સીસ્ટમ અમલી બનતા આ તોફાની વરસાદનો કહેર સર્જાયો છે.
દિલ્હીમાં ભારે વરસાદ ચાલુ રહેતા યમુનાના પાણી નીચાણવાળા ક્ષેત્રોમાં ઘુસી ગયા હતા અને યમુનાજી જળસ્તર 206 મીટરની ખતરાની સપાટી પાર કરીને ઉપર વહી રહ્યું છે. ઉતરાખંડના 11 જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ અપાયુ છે.હરિદ્વાર-ઉધમસિંહ નગર નૈનિતાલ ચંપાવત અને પિપોરાગઢ સહિતના ક્ષેત્રોમાં લોકોને બહું જરૂરી નહી હોય તેવા પ્રયાસો નહી કરવા જણાવ્યું છે. હરિયાણામાં પાનીપતમાં પણ યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે હાઈવે પર પાણી ફરી વળતા પંજાબ-હરિયાણા માર્ગ-ટ્રેન વ્યવહાર પુર્ણ રીતે બંધ થયો છે.

 

Previous Post

શું સવારે ઉઠતાની સાથે જ છીંક આવવા લાગે છે? હોઈ શકે છે આ ગંભીર કારણ

Next Post

યમુનાના સતત વધી રહેલા જળસ્તરથી પાટનગર પર ખતરો

aaspassdaily

aaspassdaily

Related News

3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
લોકસભા ચૂંટણીમાં મોટી પાર્ટી બનીને ઉભરશે ભાજપ – શશિ થરૂર
તાજા સમાચાર

કેરળમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના કાફલા ઉપર હુમલો

April 4, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

નાસિકમાં બેકાબૂ કાર કૂવામાં ખાબકતા પરિવારના ૯ લોકોના મોત

April 4, 2026
Next Post
યમુનાના સતત વધી રહેલા જળસ્તરથી પાટનગર પર ખતરો

યમુનાના સતત વધી રહેલા જળસ્તરથી પાટનગર પર ખતરો

સીકોસ્ટ શિપિંગ સર્વિસિસ લિમિટેડના શેરના રાઇટ ઇશ્યૂથી રૂ. 49 કરોડ એકત્ર કરવા માટે, રેકોર્ડ તારીખ 13મી જુલાઈ, 2023 સેટ કરવામાં આવી

સીકોસ્ટ શિપિંગ સર્વિસિસ લિમિટેડના શેરના રાઇટ ઇશ્યૂથી રૂ. 49 કરોડ એકત્ર કરવા માટે, રેકોર્ડ તારીખ 13મી જુલાઈ, 2023 સેટ કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.