નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં સતત વરસાદથી યમુના નદીનું જળસ્તર 203 મીટર ઉપર જતા અને પાટનગરના નિચાણવાળા ક્ષેત્રોમાં પાણી ભરાવા લાગતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ખુદ એકશનમાં આવી ગયા છે અને તેમાં તેઓએ ઉપરાજયપાલ વી.કે.સકસેના સાથે બેઠક કરીને રાહત બચાવની સ્થિતિની તૈયારી કરવા આદેશ આપ્યો છે. દિલ્હીમાં ભારે વરસાદે હવે નવી દિલ્હીને પણ ધમરોળવાનું શરૂ કર્યુ છે અને ઈન્ડીયા ગેટ પાસેની સડક તુટવા લાગતા એલર્ટ જાહેર કરાયુ છે.
જોશીમઠ-મલારી હાઇવે પર પુલ પાણીમાં વહી ગયો : નીતી ઘાટી સાથે દેશનો સંપર્ક કપાયો
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જોશીમઠથી લગભગ પ0 કિ.મી. દુર ભયાનક પુરની પરિસ્થિતિ ઉભી થતા અહીંનો બે વિસ્તારને જોડતો મુખ્ય પુલ તુટી પડયો હતો તેના કારણે સીમા ક્ષેત્રમાં નીતી ઘાટી સાથેનો લોકોનો સંપર્ક કપાઇ ગયો છે. જોશીમઠ સહિતના વિસ્તારોમાં અગાઉ જયાં ભૂસ્ખલન થયું હતું ત્યાં પણ ખતરો વધ્યો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે હવે ભેખડો ધસી પડવાનું શરૂ થતા કેદારનાથ યાત્રા તાત્કાલીક રીતે થંભાવી દેવામાં આવી છે.
હિમાચલમાં વરસાદનો કહેર
13 જુલાઈ સુધી રેડ એલર્ટ
કાલકા-સિમલા હાઈવે પાણીમાં
ગંગોત્રી હાઈવે પણ ડુબ્યો
મંડીમાં 113 ઘર ખાલી કરાવ્યા
મનાલીમાં સહેલાણીઓને સલામત રહેવા જણાવાયું
એનડીઆરએફની 12 ટીમો હિમાચલમાં






