ગાઝિયાબાદમાં વિદેશ મંત્રાલયના એક કર્મચારી દ્વારા દેશની આર્થિક નીતિઓ સાથે જોડાયેલુ ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાની ઘટના સામે આવી છે. જાસુસી એજન્સીના ઇનપુટ મળ્યા બાદ પોલીસ અને વિદેશ મંત્રાલય ચોકી ગયુ છે. ત્રણ દિવસની તપાસ બાદ ગાઝિયાબાદ પોલીસે ભીમનગરના રહેવાસી આરોપી પ્રવીણ પાલની ધરપકડ કરી છે.
પ્રવીણ પાલ દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં MSTના પદ પર કાર્યરત છે. તે છેલ્લા 2 મહિનાથી વિદેશ મંત્રાલય અને G20 સમિટ દેશોના ગુપ્ત દસ્તાવેજ અંજલી નામની એક યુવતીને સોશિયલ મીડિયા દ્વારા મોકલતો હતો. સૂત્રો અનુસાર જાસુસી વિભાગે તેની જાણકારી ગાઝિયાબાદ પોલીસ સાથે શેર કરી હતી તે બાદ પ્રવીણ પાલ વિરૂદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રવીણના કબજામાં મળેલા એપ્પલ ફોનમાં કેટલાક મહત્વના દસ્તાવેજની તસવીરો મળી છે અને તે તેને પાકિસ્તાનના અજમતને મોકલ્યા છે, તે તમામ દસ્તાવેજો પર અતિ ગુપ્ત લખેલુ છે.
ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઇંસ્પેક્ટર પ્રહલાદ સિંહે પ્રવીણના મોબાઇલમાં મળેલા દસ્તાવેજ અનુસાર ઓફિશિયલ સીક્રેટ એક્ટની કલમ 3,5 અને 9 હેઠળ કેસ દાખલ કર્યો છે અને સાથે જ આઇટી એક્ટની કલમ 66 F પણ દર્જ કરવામાં આવી છે. તપાસમાં ખબર પડી કે તે વિદેશ મંત્રાલય જ નહી પણ G20 સમિટના ગુપ્ત દસ્તાવેજ મોકલીને બીજા દેશો સાથે મૈત્રીપૂર્ણ સબંધને નુકસાન પહોચાડવાની આશંકા હતી.
પ્રવીણના બેન્ક ખાતામાં 85 હજારની રકમ મોકલવામાં આવી છે. આ રકમને વેચવા માટે તેની પૂછપરછમાં કોઇ જાણકારી મળી નથી. પોલીસને શંકા છે કે આ રકમ દસ્તાવેજ મોકલવાના બદલામાં તેને આપવામાં આવી છે અને તેના પરિવારના અન્ય બેન્ક ખાતાની પણ પોલીસ તપાસ કરશે.
કોલકાતાની અંજલિ નીકળી પાકિસ્તાનની એજન્ટ
પ્રવીણ પાલના મોબાઇલ ફોનમાં જે અંજલિ નામની યુવતી સાથે તે સોશિયલ મીડિયા વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યો હતો તે પાકિસ્તાનની એજન્ટ નીકળી છે. તે માત્ર દસ્તાવેજ જ નહતો મોકલતો પણ સમયે સમયે વીડિયો ચેટ પણ કરતો હતો. કહેવામાં આવે છે કે ગુપ્ત કાગળ મંત્રાલયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા દરમિયાન તેની તસવીર ખેચી લેતો હતો અને પછી બાદમાં તેને અંજલિને મોકલતો હતો.