Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મૂર્ધન્ય કવિ-સાહિત્યકાર ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિતાકક્ષના ઉપક્રમે રવિવારે “નવા કો ઉત્કર્ષે” એકદિવસીય પરિસંવાદ

aaspassdaily by aaspassdaily
2023-07-19 11:08:14
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ -સાહિત્યકાર ઉમાશંકર જોશીની 123મી જન્મજયંતીની ઉજવણી અવસરે “નવા કો ઉત્કર્ષે..” શીર્ષક હેઠળ ભાવનગરમાં પ્રથમવાર એકદિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. ૨૩મીએ આયોજિત આ કાર્યક્રમમાં અનેક જાણીતા સર્જકોનો લાભ મળશે.
છેલ્લાં ત્રણેક વર્ષોથી કવિતાલક્ષી કાર્યક્રમોના સાતત્યપૂર્ણ આયોજનો દ્વારા ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરનાર કવિતાકક્ષ ભાવનગરના ઉપક્રમે અને રાષ્ટ્રીય અંધજન મંડળના સહયોગથી આયોજિત આ સમારોહમાં ઉમાશંકર જોશીના ગદ્ય અને પદ્યસાહિત્ય વિષે જાણીતાં સર્જકો મણિલાલ હ. પટેલ તેમજ મીનળબેન દવે વક્તવ્ય આપશે. આ પ્રસંગે સુપ્રતિષ્ઠિત અને નવ્ય કવિઓના કાવ્યપાઠનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં હરીશ મીનાશ્રુ, મણિલાલ હ. પટેલ, વિવેક ટેલર, પારુલ ખખ્ખર ઉપરાંત સ્થાનિક કવિઓ જયેશ ભટ્ટ, પરેશ સોલંકી, જિતુભાઈ વાઢેર તથા નિકુંજ ભટ્ટ પોતાની કવિતાઓ રજૂ કરશે. આ ઉપરાંત ઉમાશંકર જોશીની કવિતાઓની સંગીતમય પ્રસ્તુતિ ફિરદૌસ દેખૈયા તથા અપેક્ષા ભટ્ટ દ્વારા થશે તો ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનનાં પ્રતિનિધિઓ દ્વારા ગદ્યખંડનું વાચિકમ્ તથા સમૂહગાન પણ પ્રસ્તુત થશે.
આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ, કવિ વિનોદ જોશી તથા રાષ્ટ્રીય અંધજન મંડળના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી વિશેષ ઉપસ્થિત રહેશે. બે સત્રમાં વહેંચાયેલ આ કાર્યક્રમનું સંચાલન ભરત વાઘેલા તથા માધવ આસ્તિક કરશે. તા. 23 જુલાઈને રવિવારે સવારે 10 થી 4 કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળા સભાખંડ ખાતે આયોજિત આ કાર્યક્રમ માટે સંયોજક હિમલ પંડ્યા અને કવિતાકક્ષ પબ્લિક ટ્રસ્ટના સાથીઓ આખરી ઓપ આપી રહ્યા છે. કાર્યક્રમનું અકાદમી અને કવિતાકક્ષનાં ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારિત પણ થનાર છે. રસ ધરાવનાર ભાવકોને લાભ લેવા જણાવાયું છે.

Previous Post

બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

Next Post

પુણેમાં એનઆઈએ દ્વારા બે વોન્ટેડ આતંકીઓની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
પુણેમાં એનઆઈએ દ્વારા બે વોન્ટેડ આતંકીઓની ધરપકડ

પુણેમાં એનઆઈએ દ્વારા બે વોન્ટેડ આતંકીઓની ધરપકડ

ગીર સોમનાથમાં આભ ફાટ્યું: નદીના પાણી રસ્તા પર, ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો

ગીર સોમનાથમાં આભ ફાટ્યું: નદીના પાણી રસ્તા પર, ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.