Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

તથ્ય પટેલના ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી

સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ છે, અગાઉ કોઈ અકસ્માત કર્યો હતો કે અકસ્માત બાદ સમાધાન થયુ છે કે નહીં આ અંગે પણ તપાસ

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:12:35
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કેમ મામલો ધનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલ દ્વારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ કેસમાં જ્યાં એક તરફ તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઇ ગયા છે તો આ મામલે અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નીતા દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે તથ્ય પટેલના રિમાન્ડ મળ્યા છે કેટલીંક બાબતોની તપાસ હજુ અધૂરી છે તે તપાસ પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી તથ્ય પટેલ અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો અને કઈ કઈ જગ્યાએ ગયા હતા અને શું પ્રવૃત્તિ કરી હતી તે બાબતની તપાસ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. તો સાથે સાથે કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી. તેમણે જણાવ્યું કે તથ્યને જયારે પૂછવામાં આવ્યું કે કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતના જવાબો પણ તે નથી આપી શક્યો. આ બાબતની તપાસ બાકી છે. વધુમાં તથ્યએ અગાઉ કોઈ અકસ્માત કર્યો હતો કે અકસ્માત બાદ સમાધાન થયુ છે કે નહીં આ અંગે પણ તપાસ બાકી છે.
તથ્યનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે મુદ્દે સવાલ પૂછતાં ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પણ ક્યાય તથ્યને ગંભીર ઈજા થઈ હોય એવુ નથી આવ્યુ.
ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે તથ્યના મિત્રોના નિવેદનો લેવાયા છે. તેઓ બધા પેલેડિયમ પાસે ભેગા થઈ કાફેમાં ગયા હતા. કાફેથી પરત ફરતા ઈસ્કોન બ્રિજ તરફ આવતા હોવાની વાત કરી રહ્યાં છે. કાર તથ્ય ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ એર બેગ ખુલી ગયુ હતુ. તથ્યને ખભા અને માથાના ભાગે થોડી ઈજા હતી. તથ્યને પગ, પેટ, ખંભાની ફરિયાદ બાદ એક્સરે કરાવ્યો છે જેમાં ગંભીર ઈજા નથી. તો સાથે સાથે, તથ્યના ફોનની ચકાસણી માટે FSLમાં મોકલવાના બાકી છે તેમજ DNA, ડ્રગ્સ અંગેનો રિપોર્ટ હજૂ આવવાનો બાકી છે.

Previous Post

દ્વારકામાં આજે પણ રેડ એલર્ટ ભાવનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Next Post

ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

aaspassdaily

aaspassdaily

Related News

82.56% : ધોરણ 10નું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ
તાજા સમાચાર

ધોરણ ૧૦ બોર્ડનું ૮૩.૮૬ ટકા પરિણામ

May 6, 2026
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?
તાજા સમાચાર

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

April 28, 2026
Next Post
ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.