મોરબીના ગોઝારા કેબલ બ્રિજ દુર્ધટનાને લઇને આજે મહત્વપુર્ણ સુનાવણી હાથ ધરાશે. આજે ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થનાર છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ બાદ તેણે જામીન માટે અરજી કરી હતી.જેને લઇને આજે સુનાવણી હાથ ધરાશે…મહત્વનું છેકે મોરબીના કેબલ બ્રિજની સમારકામ અને સંચાલનની જવાબદારી ઓરેવા હસ્તક હતી. જો કે સમારકામ વિના જ થિગડાં મારી કેબલ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવાતાં કેબલ બ્રિજ તૂટ્યો હતો..જેમાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો.સમગ્ર મામલે તપાસ બાદ બ્રિજના સમારકામમાં છિંડા સામે આવતાં ઓરેવાના માલિક જયસુખ પટેલની ધરપકડ કરાઇ હતી ત્યારે જયસુખ પટેલની સુનાવણીને લઇને સમગ્ર ગુજરાતની નજર કોર્ટના ચૂકાદા પર છે.


