નવી દિલ્હી
દુષ્કર્મ ગેંગરેપ હત્યા કેસમાં, માણસના કટકા કરીને મારી નાખવા કે અકસ્માતમાં અનેકની હત્યા કરવાના કિસ્સામાં ફાંસીની માંગણી લોકો દ્વારા થતી હોય છે ત્યારે બીજી બાજુ દેશમાં મોતની સજા તરીકે ફાંસીના બદલે અન્ય રીતની માંગણી થઈ રહી છે. આ મામલે એટર્ની જનરલ આર.વેંકટરમાનીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને મોતની સજાની રીત નકકી કરવા માંગણી કરી છે.
કેન્દ્ર તરફથી વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટીસ જે.પી.પારદીવાળા અને જસ્ટીસ મનોજ મિશ્રાની પીઠને આ જાણકારી આપી હતી. વકીલે જણાવ્યું હતું કે એટર્ની જનરલે કેન્દ્રીય ગૃહમંત્રાલયને પત્ર લખીને વિશેષજ્ઞ પેનલ બનાવવાની માંગ કરી છે. વકીલ માથુરે જણાવ્યું હતું કે એટોર્ની જનરલ હાલ ઉપલબ્ધ નથી અને બહાર ગયા છે. આ સ્થિતિમાં આ મુદા પર સુનાવણી ટાળી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં વકીલ ઋષિ મલ્હોત્રાએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં માંગ કરાઈ હતી કે મોતની સજા માટે ફાંસી આપવાની રીત પર રોક લાગવી જોઈએ. કારણ કે આ દર્દનાક રીત છે. અરજીમાં માંગ કરાઈ હતી કે ફાંસીના બદલે અન્ય રીતોથી મોતની સજા આપી શકાય, જેમકે ઝેરનું ઈન્જેકશન આપીને, ગોળી મારીને, વીજળીનો ઝટકો આપીને, ગેસ ચેમ્બરમાં બંધ કરીને મોતની સજા આપી શકાય. અરજીમાં કહેવાયું છે કે અમેરિકાના 36 રાજયોમાં પહેલાથી જ મોતની સજા માટે ફાંસી પર રોક છે. આ વર્ષે 21 માર્ચે આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે મોતની સજાની પદ્ધતિ તપાસ માટે વિશેષજ્ઞોની પેનલ બનાવવામાં આવે.