YouTube એડ્સ ક્યારેક તમારા સમગ્ર જોવાનો અનુભવ બગાડે છે. શરૂઆતના દિવસોમાં, આ એડ્સ ઓછી સેકન્ડની હતી અને તેને skip પણ કરી શકાતી હતી. પણ હવે એવું નથી. હવે તમારે કોઈપણ YouTube વીડિયોમાં ઘણી એડ્સ જોવી પડે છે. કેટલીકવાર આ એડ્સની સંખ્યા 4 થી 5 સુધીની હોય છે.
એટલું જ નહીં, તમે આમાંની મોટાભાગની એડ્સને skip પણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ YouTube Ads Blocker નો ઉપયોગ કરે છે. હવે YouTube યુઝર્સને Ads Blocker નો ઉપયોગ કરવાથી રોકવા પર કામ કરી રહ્યું છે.
શું છે મામલો?
એન્ડ્રોઈડ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર, YouTube નવી થ્રી-સ્ટ્રાઈક્સ પોલિસી પર કામ કરી રહ્યું છે. આ પોલિસી હેઠળ, કંપની એવા યુઝર્સ માટે YouTube વીડિયો બ્લોક કરશે, જે સતત ત્રણ વીડિયોને Ads Blocker ઓન કરીને જોશે. એક Reddit યુઝરે તેનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો, જેમાં ત્રણ સ્ટ્રાઈક પોલિસીનું પોપ-અપ દેખાઈ રહ્યું હતું.
યુઝરે તેનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે, જેમાં ચેતવણી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પોપ-અપ બોક્સમાં ત્રણ નંબરવાળા બોક્સ દેખાઈ રહ્યા છે. Ads Blocker નો ઉપયોગ કરતી વખતે YouTube તેને ડિટેકટ કરી દેશે. આ પછી યુટ્યુબ યુઝર્સને આ વિશે જાણ કરશે અને તેમને ચેતવણી પણ આપશે.
જો યુઝર્સ સતત ત્રણ વીડિયો જુએ છે, તો YouTube તેમને બ્લોક કરી દેશે. જોકે, પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું નથી કે યુઝર કેટલા સમય સુધી પ્લેટફોર્મ પર વીડિયો જોઈ શકશે નહીં. આ બ્લોકિંગથી બચવા માટે, YouTube લોકોને Ads Blocker ને દૂર કરવા માટે કહી રહ્યું છે.