આઝાદી દિવસના મુખ્ય સમારોહમાં કોંગ્રેસનાં પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે હાજર ન રહેતા કોંગ્રેસની ખુરશી ખાલી રહી હતી. જો કે એમ કહેવાય છે કે નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહ્યા ન હતા. એવી પણ વાત છે કે કોંગ્રેસ વડામથકે ધ્વજવંદન હોવાથી તેઓ આ સમારોહમાં સામેલ થયા ન હતા.
ખડગે તરફથી સતાવાર રીતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. તેઓ એ એક વિડીયો સંદેશ જારી કરીને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, ઉપરાંત નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલને યાદ કર્યા હતા. દરેક વડાપ્રધાન-નેતાઓનું દેશના વિકાસમાં યોગદાન છે.પરંતુ અમુક લોકો દેશનો વિકાસ છેલ્લા કેટલાંક વર્ષમાં જ થયાની વાત આગળ ધરે છે. વાજપેયીએ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે કદમ ઉઠાવ્યા હતા. આ દર્દ-વ્યથા સાથે કહુ છું કે લોકશાહી, બંધારણ અને સ્વાયત સંસ્થાઓ ખતરામાં છે.