દોરા ધાગાના નામે કરવામાં આવેલી અંધશ્રધ્ધાએ એક જ સપ્તાહમાં બીજો ભોગ સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ લીધો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઇ ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિ જયદીપ ઘાડેક દ્વારા પાવડા ના ઘા જીકી અને પોતાની પત્નીની હત્યા કરી નાખવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર ત્રણ વર્ષ પહેલા અન્ય રાજ્યમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામ ખાતે જમીન ખેડવા માટે જયદીપભાઇ અને તેમનો પરિવાર આવ્યો હતો ત્યારે ત્યાં જમીન ખેડવા પરિવાર આવ્યો ત્યારે તેમને ત્રણ સંતાન હતા. પોતાના સંતાનોને પરિવાર સાથે જમીનખેડી અને આ પરિવાર પોતાનું જીવન ધોરણ ગુજારતો હતો
જન જીવનમાં થોડી ઘણી અસરે કોઈ તકલીફ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ અંધશ્રદ્ધામાં માનતા લોકોના સંપર્કમાં આ જયદીપભાઇ આવેલા. અંધશ્રદ્ધામાં અને અન્ય કોઈ અગમ્ય કારણોસર જયદીપભાઇ એ પોતાનો સ્વભાવ ગુમાવતા પોતાના પત્ની નામુબેન ને જાહેરમાં ખેતરમાં પાવડાના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને પોતે પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમની સારવાર ડોક્ટરી ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે ઘટનાને લઇ અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જે સમયે હત્યા થઈ ત્યાં આજુબાજુથી અને પોતાના શરીર ઉપર અને પોતાની પત્નીના શરીર ઉપરથી કાળા ધાગાઓ મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે પતિએ પત્નીની અંધશ્રદ્ધામાં હત્યા કરી હોવાનું ચર્ચા રહ્યું છે.





