23 ઓગસ્ટનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાશે. દેશ-દુનિયાની આશા-અપેક્ષા પૂરી પાડતાં ભારતના ચંદ્રયાન-3એ એક મોટો ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3 ચંદ્રના દૂર્ગમ ગણાતાં સાઉથ પોલ (દક્ષિણ ધ્રૂવ) પર ઉતર્યું છે અને સાઉથ પોલ પર સફળતાપૂર્વક અવકાશયાનને ઉતારનાર ભારત પહેલો દેશ બન્યો છે. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડીંગના ભારતના બે સહિત દુનિયાના સાત મૂન મિશન ફેલ થયાં છે પરંતુ ભારતને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી છે અને તેથી ભારતની આ સિદ્ધિ જેવી તેવી નથી. દુનિયાના દેશો પણ જે રહસ્યમયી જગ્યાએ અવકાશયાન ઉતારી શક્યા નથી તે જગ્યાએ ભારતે ઉતારીને અવકાશમાં તેનો ઝંડો ફરકાવી દીધો છે.






