Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સહકારી મંડળીઓમાં પાંચ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત

પાંચ લાખ રૂપિયાથી વધુની ખરીદીનો કોન્ટ્રાક્ટ સીધેસીધો કોઈને નહીં આપી શકે

aaspassdaily by aaspassdaily
2023-09-05 10:47:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતઃ સુરતમાં સહકારી મંડળીઓમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર પર લગામ લાદવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહકારી મંડળીઓ હવે પાંચ લાખ રૂપિયાથી વધુની ખરીદીનો કોન્ટ્રાક્ટ સીધેસીધો કોઈને નહીં આપી શકે. તેના માટે ફરજિયાત ઇ-ટેન્ડરિંગ કરવું પડશે. આમ અત્યાર સુધી જે રીતે સીધો કોન્ટ્રાક્ટ આપી દેવાતો હતો અને ગેરરીતિના આરોપો થતા તેના પર સીધી લગામ લાગી ગઈ છે. તેના લીધે સહકારી ક્ષેત્રમાં ચાલતી વ્હાલાદવલાની નીતિ પર પણ અંકુશ આવશે.
આના લીધે એપેક્સ સોસાયટી, ફેડરલ સોસાયટીઓ, અર્બન કો-ઓપરેટિવ બેન્ક અને સુગર મિલો ઇ-ટેન્ડરિંગ વગર કોઈપણ પ્રકારની વસ્તુઓ ખરીદી શકશે નહી, અત્યાર સુધી જે રીતે સીધો કોન્ટ્રાક્ટ આપી દેવાતો હતો તેના પર પણ હવે લગામ લાગી જવાની છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મોટાપાયા પર સહકારી મંડળીઓ આવેલી છે. આ સહકારી મંડળીઓ ખાંડની મિલોથી લઈને કેટલીય ક્રેડિટ સોસાયટીઓ અને કો-ઓપરેટિવ બેન્ક સુધી અસ્તિત્વ ધરાવે છે. એક સમયે પ્રાથમિક સ્તરેથી શરૂ થયેલી આ સહકારી મંડળીઓ હવે ગંજાવર બની છે.
આ સહકારી મંડળીઓનું ટર્નઓવર જ એક કરોડથી લઈને દસ હજાર કરોડ રૂપિયા સુધીનું છે. આટલું જંગી ટર્નઓવર ધરાવતી સહકારી મંડળીઓમાં વર્ષે દહાડે મેઇન્ટેનન્સથી લઈને અન્ય સાધન સામગ્રી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. હવે અત્યાર સુધી સહકારી મંડળીઓ પોતાની રીતે ટેન્ડર ઇશ્યુ કરી અથવા બંધ કરવામાં ઓફર મંગાવીને કોઈપણ વસ્તુની ખરીદી કરવામાં આવતી હતી અથવા જે તે રીતે કોન્ટ્રાક્ટ આપી દેવાનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેમા કોઈપણ પ્રકારની પોલિસીનુ અનુસરણ થતું ન હતું. હોદ્દેદાર કે હોદ્દેદારોનું જૂથ તેની મરજી મુજબ કામ કરાતું હતું.
આ પ્રકારની પરિસ્થિતિના લીધે ભ્રષ્ટાચારના અને ગેરરીતિના આરોપો થતાં એગ્રીકલ્ચર, ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેટિવ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર મુજબ ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 હેઠળ ગુજરાતની સહકારી મંડળીઓ હવે પાંચ લાખ કે તેથી વધુ રૂપિયાની ખરીદી કરવી હોય તો તેના માટે ફરજિયાતપણે ઇ-ટેન્ડરિંગ કરવાનો આદેશ આપ્યો છે. આમ તેણે ઇ-ટેન્ડરિંગ વગર પાંચ લાખથી વધુની ખરીદી પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Previous Post

દેશભરના પ્રખ્યાત મંદિરોના ઇતિહાસને દર્શાવવા માટે અયોધ્યામાં સંગ્રહાલય બનાવવાની યોજના

Next Post

પાંચ કરોડથી વધારેના હીરા લઇને ભાગેલા આરોપીઓને દબોચી લેવાયા

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
પાંચ કરોડથી વધારેના હીરા લઇને ભાગેલા આરોપીઓને દબોચી લેવાયા

પાંચ કરોડથી વધારેના હીરા લઇને ભાગેલા આરોપીઓને દબોચી લેવાયા

સુરતમાં  બનાવટી સરકારી દસ્તાવેજોનું પણ એક કૌભાંડ ઝડપાયું

સુરતમાં બનાવટી સરકારી દસ્તાવેજોનું પણ એક કૌભાંડ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.