Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

G20ને સુરક્ષા છત્ર આપવા હવાઈદળ-ભૂમીદળ પણ એલર્ટ

હવાઈદળે સરહદી ક્ષેત્રમાં લડાયક વિમાનોની તૈનાતી કરી: માઉન્ટેન ફોર્સ પણ તૈનાત:દિલ્હીમાં પણ સેના સ્ટેન્ડ-ટુ

aaspassdaily by aaspassdaily
2023-09-05 11:40:55
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી તા.8થી દિલ્હીમાં જી.20 શિખર બેઠક માટે વિશ્ર્વના ટોચના રાષ્ટ્રોના વડાઓનું ભારતમાં આગમન શરુ થશે તે પુર્વે સૌથી મોટી ચિંતા અને કસોટી આ રાષ્ટ્રવડાઓની સુરક્ષા અને સમીટ પર કોઈ પ્રકારની મુશ્કેલી નડે નહી તે જોવા માટે હવે ભારતીય હવાઈદળ અને ભૂમીદળ પણ એકશનમાં આવી ગયા છે તથા ખાસ કરીને ચીન-પાક સરહદેથી કોઈ ઘુસણખોરીને રોકવા બન્ને દળોએ એક જબરી કવાયત હાથ ધરી છે.
હવાઈદળે આ સરહદો પરની હવાઈ સુરક્ષા નિશ્ચિત કરવા તેના ભૂમિ પરની હવામાં પ્રહાર કરી શકતા ગાઈડેડ મિસાઈલ સીસ્ટમને એકશનમાં મુકી છે તો તેના અત્યંત આધુનિક રડાર સીસ્ટમ પણ એકટીવ કરી છે તો સૈન્યએ પુર્વ થી પશ્ચિમી કમાન્ડમાં પણ સુરક્ષા ડ્રીલ યોજી હતી. ખાસ કરીને જમીન માર્ગથી ઘુસણખોરી રોકવા સરહદો સીલ કરી છે. ભારતીય હવાઈદળ અને ભૂમીદળ આ માટે 10 દિવસની ખાસ કવાયત તા.1થી10 સુધી ચાલુ રાખશે અને હવાઈદળની તમામ લડાયક તાકાત રાફેલ, સુખોઈ-30, મીગ-29 અને જેગુઆર વિમાનોના કાફલાને પણ ગમે તે ઘડીએ ઉડી શકે તે માટે રેડી-ટુ-ઓપરેશન તબકકે મુકી દીધા છે. આ ઉપરાંત રશિયાથી ખાસ મેળવાયેલા મિસાઈલ પ્રણામી એસ-400 તે પણ પ્રથમ વખત સરહદ પર તૈનાત થઈ છે.
ભારતીય ભૂમીદળની હવે ચાઈનાને ટાર્ગેટ કરીને તૈયાર કરાયેલી બે માઉન્ટેન સ્ટ્રાઈક કૌર્પ્સ જેમા દરેકમાં 70000 જવાનો ભારે શસ્ત્ર સામગ્રી તથા અત્યંત ઉંચી સરહદ પર પણ પહોચી શકે તેવી આર્ટીલરી તમામ રેડી-ટુ-કોમ્બેટ સ્થિતિમાં તૈયાર રાખી છે જે ચીન સાથેની રૂા.3488 કીમીની એલએસી પર નજર રાખશે.
રાજધાની દિલ્હીમાં પણ સ્થાનિક પોલીસ તથા અર્ધલશ્કરી દળોની સાથે સેનાની ખાસ કમાન્ડો ટીમને સ્ટેન્ડ ટુ રખાઈ છે તથા પાટનગર આસપાસના એરબેઝ પર લડાયક વિમાનોના કાફલાને પણ એલર્ટ રખાયા છે તથા તપાસ એજન્સીઓ વચ્ચે સમન્વય માટે ઓપરેશન ડાયરેકશન સેન્ટર પણ કાર્યરત થયું છે. સેનાએ પાટનગરમાં ખાસ રડાર તથા ડ્રોનવિરોધી સીસ્ટમ ગોઠવી છે. વીવીઆઈપી કાફલા પસાર થતા હોય તે સમયે તમામ માર્ગો પર ‘બંધ’ જેવી સ્થિતિ હશે.

Previous Post

સુરતમાં બનાવટી સરકારી દસ્તાવેજોનું પણ એક કૌભાંડ ઝડપાયું

Next Post

લીંબડીમાં સંતોની બેઠકમાં 14 ઠરાવ પર ચર્ચા

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
લીંબડીમાં સંતોની બેઠકમાં   14  ઠરાવ પર ચર્ચા

લીંબડીમાં સંતોની બેઠકમાં 14 ઠરાવ પર ચર્ચા

શિક્ષકે પીએમ મોદીને કહ્યું- જ્યારે હું તમને જોઉં છું…

શિક્ષકે પીએમ મોદીને કહ્યું- જ્યારે હું તમને જોઉં છું…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.