Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં બનાવટી સરકારી દસ્તાવેજોનું પણ એક કૌભાંડ ઝડપાયું

92 લાખના લોન કૌભાંડની તપાસમાં પર્દાફાશ

aaspassdaily by aaspassdaily
2023-09-05 11:40:26
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં બનાવટી તથા બોગસ અધિકારો જેઓ ખુદને સીધા પીએમઓ તથા સીએમઓ સહિતના અધિકારી દર્શાવીને છેતરપીંડી કરી રહ્યા હોવાની એક બાદ એક ચહેરાઓ સામે આવતા જાય છે તે વચ્ચે હવે સુરતમાં એક ખાનગી બેન્ક દ્વારા તેની સાથે રૂા.92 લાખની છેતરપીંડીની જે ફરિયાદ નોંધાવી હતી તેમાં હવે બનાવટી સરકારી દસ્તાવેજોનું પણ એક જબરુ કૌભાંડ ખુલ્યુ છે.
આ બનાવટી દસ્તાવેજો આધુનિક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા અને તેવા 2 લાખ જેટલા ડોકયુમેન્ટ વેચાયા પણ હોવાનું બહાર આવ્યુ છે. સુરત પોલીસે આ સંબંધમાં રાજસ્થાન અને ઉતરપ્રદેશના બે લોકોની ધરપકડ કરી છે જે રૂા.15થી રૂા.50માં આ બનાવટી સરકારી દસ્તાવેજો વેચતા હતા. રાજસ્થાનના સોમનાથ પ્રમોદકુમાર તથા ઉતરપ્રદેશના પરમવીરસિંઘ ઠાકુર થોડા સમયથી સુરત પોલીસમાં ટેકનીકલ વોચ પર હતા અને આ મહત્વના સરકારી દસ્તાવેજો તૈયાર કરીને વેચતા હતા જેમાં રાહુલ સુરક્ષા સામે પણ પ્રશ્ન ઉભા થાય તેવી સ્થિતિ હતી.
આ સમગ્ર રેકેટની તપાસ હવે સુરતના એસીપી વિરજીતસિંહ પરમારને સુપ્રત કરવામાં આવી છે. આ અંગે ઓગષ્ટ માસમાં એચડીએફસી બેન્કે એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં 20 લોકોએ બનાવટી સેલેરી સ્લીપ રજૂ કરીને રૂા.92 લાખની લોન લઈ લીધી હતી જે ભરપાઈ થઈ ન હતી અને તેમાં બનાવટી દસ્તાવેજો બેન્ક પાસે રજૂ થયા હતા. પોલીસે આ બારામાં છ લોકોની અટકાયત કરીને પુછપરછ કરી હતી અને તેમાં બનાવટી દસ્તાવેજોનું પગેરુ મળ્યુ હતું. જેમાં તેઓએ ઓનલાઈન ફ્રોડ-પોર્ટલ મારફત આ બનાવટી સેલેરી સ્લીપ સહિતના દસ્તાવેજો મેળવી જેઓ રાજસ્થાનમાંથી માસ્ટર માઈન્ડ સોમનાથ પ્રમોદસિંઘની ધરપકડ કરી હતી જેનું પગેરુ યુપીના પ્રેમવિરસિંઘ સુધી ગયુ હતું.
તેઓ બનાવટી આધારકાર્ડ, પાન, ડ્રાઈવીંગ લાયસન્સ, વોટર આઈડી તથા સેલેરી સ્લીપ સહિતના દસ્તાવેજો અને બેન્ક લોનમાં જઈ તમામ દસ્તાવેજો બોગસ બનાવી પુરા પાડતા હતા. તેઓ આ રીતે બે લાખથી વધુ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું કબુલ્યું હતું.

પ્રેમસિંઘ પાનેલ ડોટ એકસ વાય ઝેડ: રૂા.2 લાખના સોફટવેરથી કૌભાંડ

બનાવટી દસ્તાવેજોના કૌભાંડમાં ઝડપાયેલા બે વ્યક્તિઓએ આધાર, પાન સહિતના દસ્તાવેજોનું નિર્માણ કરી શકાય તેવા એક સોફટવેર મારફત આ કૌભાંડ કર્યુ જે તમોએ રૂા.2 લાખના ખર્ચે સોફટવેર મેળવ્યું હતું અને તેમની વેબસાઈટનો મિત્રો મારફત પ્રચાર કર્યો. જેમાં તેઓ રૂા.199માં સભ્ય બનાવતા પછી તે આ વેબસાઈટનો ઉપયોગ કરી ગમે તે પ્રકારના બનાવટી દસ્તાવેજો બનાવી શકતા હતા.

Previous Post

પાંચ કરોડથી વધારેના હીરા લઇને ભાગેલા આરોપીઓને દબોચી લેવાયા

Next Post

G20ને સુરક્ષા છત્ર આપવા હવાઈદળ-ભૂમીદળ પણ એલર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
G20ને સુરક્ષા છત્ર આપવા હવાઈદળ-ભૂમીદળ પણ એલર્ટ

G20ને સુરક્ષા છત્ર આપવા હવાઈદળ-ભૂમીદળ પણ એલર્ટ

લીંબડીમાં સંતોની બેઠકમાં   14  ઠરાવ પર ચર્ચા

લીંબડીમાં સંતોની બેઠકમાં 14 ઠરાવ પર ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.