Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ

પાકિસ્તાની બોલરોની કરી ધૂલાઈ, તોડ્યો સચિનનો વર્લ્ડ રેકોર્ડ

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:50:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિયા કપ 2023ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થયો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીની ચમક જોવા મળી હતી. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 77મી સદી અને ઓડીઆઈ ઈન્ટરનેશનલની 47મી સદી પૂરી કરી. આ ઈનિંગ દરમિયાન કોહલી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો. વિરાટ કોહલીએ આ મામલે દેશબંધુ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી હતી.
એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રિઝર્વ ડે પર રમાઈ રહી છે. 10 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદને કારણે ભારતીય ટીમ માત્ર 24.1 ઓવર જ રમી શકી હતી. જેમાં 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. આજે ટીમે આનાથી આગળ રમવાનું શરૂ કર્યું. આ મેચમાં રાહુલે તેની છઠ્ઠી અને કોહલીએ તેની 47મી ODI સદી ફટકારી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
હવે પાકિસ્તાનને મેચ જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક છે. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલે જોરદાર ઇનિંગ્સ રમી હતી. રાહુલે તેની છઠ્ઠી અને કોહલીએ તેની 47મી ODI સદી ફટકારી હતી. રાહુલે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કોહલીએ 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 194 બોલમાં 233 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ભારત તરફથી વિરાટ કોહલીએ 94 બોલમાં 122 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેએલ રાહુલે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કોહલી-રાહુલે 194 બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 56 રન અને શુભમન ગીલે 58 રનનું યોગદાન આપ્યું હતું.

Previous Post

મણિપુરમાં ભૂકંપ

Next Post

જી-20 પાછળરૂા.4254 કરોડનો ખર્ચ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
જી-20 પાછળરૂા.4254 કરોડનો ખર્ચ

જી-20 પાછળરૂા.4254 કરોડનો ખર્ચ

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી:  UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.