રાજકોટના ક્રિકેટ રસીકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતા વન-ડે મેચનો છેલ્લો મેચ રાજકોટ સ્થિત ખંડેરી સ્ટેડિયમ ખાતે રમવાનું છે જેથી કરીને રાજકોટના ક્રિકેટ રસીકો સ્ટેડિયમથી લાઈવ મેચ નિહાળી શકશે હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ રહ્યો છે જેમાં બે મેચ રમાઈ ગયા છે અને બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો છે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લો અને ત્રીજો વન-ડે મેચ રાજકોટના ખંઢેરી સ્થિત સ્ટેડિયમમાં આગામી બુધવારે રમવા જઈ રહ્યો છે. મેચમાં પોલીસનો સજડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ ૪૩૦થી વધુ પોલીસ સ્ટાફને બંદોબસ્તમાં લગાડ્યા છે. રાજકોટના પડધરી સ્થિત ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમવા જઈ રહ્યો છે જેમાં ૨૮ હજારથી વધુ ક્રિકેટ રસીકો લાઇવ ક્રિકેટ માણવા આવશે ત્યારે મેચ દરમિયાન કોઈ અનહોની ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ડીવાયએસપી, એસપી, પીઆઇ, પીએસઆઇ સહિત મહિલા પોલીસ પણ તેનાત હશે. આ સહિત ૪૦૦ જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ પણ બંદોબસ્ત માં રહેશે ગેટ ઉપર મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને મેચ શાંતિપૂર્વક પૂર્ણ થાય અને કોઈ અનહોની ન બને. આગામી બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આયોજિત વન-ડે મેચમાં બંને ટીમના પ્લેયરો હોટલોમાં રોકાવાના છે આ હોટલોમાં પણ કોઈ અનહોની ન થાય તે માટે પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.