હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતા વન-ડે મેચનો છેલ્લો મેચ રાજકોટ સ્થિત ખંડેરી સ્ટેડિયમ ખાતે કાલે રમવાનો છે જેથી કરીને રાજકોટના ક્રિકેટ રસીકો સ્ટેડિયમથી લાઈવ મેચ નિહાળી શકશે. ભારત ટીમ ૨-૦થી આગળ ચાલી રહી છે. તેમાં પણ જો કાળનો મેચ ભારત જીતી જાય તો આખી સિરીઝ ભારત જીતી જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ રહ્યો છે જેમાં બે મેચ રમાઈ ગયા છે અને બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો છે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લો અને ત્રીજો વન-ડે મેચ રાજકોટના ખંઢેરી સ્થિત સ્ટેડિયમમાં કાલે રમાશે. મેચમાં પોલીસનો સજડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મેચમાં ભારત ટીમના પ્લેયારમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. કાળના મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થશે. કાલના મેચમાં રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે જ્યારે કે. એલ. રાહુલ અને ઇશાન કિશન વિકેટ કોપરની ભૂમિકા નિભાવશે. કાલે વરસાદની સંભાવના પણ નહિવત હોવાથી રાજકોટ વાસીઓ કોઈ પણ વિઘ્ન વિના મેચનો આનંદ માણી શકશે.






