નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી કરી પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તપાસ એજન્સી દ્વારા 50 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ખાલીસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. દરમિયાન NIAએ આ કાર્યવાહી કરી છે. પંજાબમાં 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-એનસીઆર અને યુપીમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
કેનેડામાં ખાલિસ્તાન માટે ઝડપથી વધી રહેલા સમર્થનને પ્રોત્સાહન આપવામાં સરકારનો હાથ છે. સૂત્રોનું માનીએ તો કેનેડા પાછળથી ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાજકીય સમર્થનની આડમાં ઉગ્રવાદીઓ લગભગ 50 વર્ષથી કેનેડાની ધરતી પરથી મુક્તપણે કામ કરી રહ્યા છે. આ ઉગ્રવાદીઓ ધાકધમકી, હિંસા અને ડ્રગની હેરાફેરીમાં સંડોવાયેલા હોવા છતાં કેનેડા સંપૂર્ણપણે શાંત છે.






