ગુજરાતની મુલાકાતે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં મિશન સ્કૂલ ઓફ એક્લન્સ કાર્યક્રમ હેઠળ 4,500 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રોજક્ટોનો બપોરે 12.30 કલાકે શિલાન્યાસ કરશે. નવલખી ગ્રાઉન્ડ વડોદરામાં બપોરે 2.00 કલાકે પીએમ મોદીનો અભિવાદન કાર્યક્રમ, દાહોદમાં નવોદય વિદ્યાલય અને એફએમ રોડિયોનું લોકાર્પણ કરશે. આ દરમિયાન વડોદરાના સિનોરમાં ઓદરા- ડભોઈ- સિનોર- માલસર- આસાર રોડ પર નર્મદા નદી પર બંધવામાં આવેલા નવા પુલનું લોકાર્પણ કરશે.
આ સિવાય ચાબ તળાવ પુનઃ વિકાસ પ્રોજેક્ટ, દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરા આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનો, ગુજરાતના 7,500 ગામોમાં વિલેજ પ્રોજેક્ટ વાઈફાઈ પ્રોજ્કટનું લોકાર્પણ કરશે.. આ ઉપરાં છોટાઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ, ગોધરા, પંચમહાલમાં ફ્લાય ઓવર બ્રિજ, દાહોદમાં એફએમ રેડિયોનું પણ પીએમ બોડેલીથી લોકાર્પણ કરવાના છે.






