અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો. જીએમડીસી ગ્રાઉન્ડમાં શક્તિરૂપેણ સંસ્થિતાની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં આજથી 23 ઓક્ટોબર સુધી સાંજે છ વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી લોકો ગરબાની મોજ માણી શકશે.



