દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.1ની હોવાનું કહેવાય છે. બે અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રવિવારે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. બીજી તરફ હરિયાણાના ઘણા ભાગોમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્ર (એપીસેન્ટર)માંથી નીકળતી ઊર્જાના તરંગો દ્વારા માપવામાં આવે છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી આ તરંગથી આંચકા આવો છે. ધરતીમાં તિરાડો પણ પડે છે. જો ધરતીકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ભારે વિનાશ કરી શકે છે.