એશિયન પેરા ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતના ખેલાડી હેનીએ પેરા ગેમ્સમાં 11મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગેમ્સ રેકોર્ડ અને 55.97 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે, હેનીએ અવિશ્વસનીય પ્રદર્શન કર્યું હતું. બોબી એ જ ઈવેન્ટમાં 42.23 મીટર સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. શ્રેયાંશ ત્રિવેદીએ એશિયન પેરા ગેમ્સ 2023માં પુરુષોની 200m T37 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતના સ્ટાર ભાલા ફેક ખેલાડી સુમિત અંતિલે બુધવારે ઇતિહાસ રચ્યો છે, તેણે મેન્સની F64 શ્રેણીમાં એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુમિત અંતિલે 73.29 મીટરનું અંતર મેળવીને પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 70.83 મીટરને પાછળ છોડી દીધો છે, જે તેને આ વર્ષની શરૂઆતમાં પેરિસમાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો






