નવરાત્રીના ઉત્તરાર્ધમાં, ચૌદશ અને પૂનમના દિવસે કાળ અને પરિવર્તનની દેવી ગણાતા મહાકાળી માતા સ્વાંગ સજી સવારીએ નીકળે એવી પ્રાચીન પરંપરા સમગ્ર દેશની સાથે ભાવેણામાં પણ અકબંધ છે. તેમાં પણ પાલીતાણામાં તો આશરે ચાલીસ જેટલા મહાકાળી સ્વરૂપની સવારી નીકળે છે. ત્યારે આજે ભાવનગર આતાભાઈ ચોકમાં આવેલ અતિ પ્રાચીન અને વિખ્યાત ગરબી દ્વારા આજે નવમા નોરતાની પુર્ણાહુતી બાદ વહેલી સવારે ૪ઃ૩૦ મહાકાળી માતાની સવારી કાઢવામાં આવેલ. જેના દર્શને આશરે ત્રણેક હજાર ભક્તો ઉમટી પડ્યા હતા. ચોકમાં જીભ પર તલવારથી વાઢ મૂકી ચાચરપૂર્યા બાદ ભક્તોને આશિષ આપતા આપતા માતા સ્મશાને પહોંચી અને વિધિ કરેલ. માતાનું આ અદભુત સ્વરૂપ માણી ભાવિકો અચંબિત થઈ ગયા હતા. (તસવીર: મૌલિક સોની)