Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જી પી સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્લેકલિસ્ટ, 2 કર્મચારી ફરજ મુક્ત

તપાસ કમિટીએ તાત્કાલીક જીપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવા માટેની સૂચના આપી

dharmendravaghela by dharmendravaghela
2023-10-27 11:22:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પાલનપુર આરટીઓ સર્કલ પાસે થોડા દિવસ અગાઉ નિર્માણ થઈ રહેલ ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે સરકાર દ્વારા તપાસ કમિટીની રચનાં કરવામાં આવી છે ત્યારે તપાસ કમિટી દ્વારા બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવાની સૂચના આપી દીધી છે. તેમજ સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.
પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તદઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલના મુખ્ય ઈજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી. કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે. પરંતુ, જે દુર્ઘટના બની છે, તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટેના આ પ્રમાણેના નિર્ણયો કર્યા છે.
આ આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.

Tags: GPC infracture black listedgujaratpalanpur bridge
Previous Post

શેરબજારમાં 900 પોઈન્ટનો કડાકો: સેન્સેક્સ-નિફ્ટી સળંગ છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ

Next Post

દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO

દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO

બાપ ઑફ ચાર્ટનાં નામથી પ્રખ્યાત અંસારીને 17 કરોડ રૂપિયા પેનલ્ટી

બાપ ઑફ ચાર્ટનાં નામથી પ્રખ્યાત અંસારીને 17 કરોડ રૂપિયા પેનલ્ટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.