કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઈન્ડીયન પીનલ કોડના સ્થાને ‘ભારત ન્યાય સંહિતા’ નવો ફોજદારી ધારો લાવવામાં આવી રહ્યો છે તેમાં ફકત બ્રિટીશ પરંપરાને ભુલાવીને કાનુનના નામ બદલવાની જ નહી પણ જુની અનેક જોગવાઈઓ જે હાલ અપ્રસ્તુત બની ગઈ છે તેને રદ કરવા ઉપરાંત હાલના સમય મુજબ જે કાનૂની આવશ્યકતા છે તેને ઉમેરવાની અત્યાર સુધીની સૌથી મોટી કાનુની કવાયત છે અને તેમાં હાલ જે ‘લવ-જેહાદ’ની સતત ચર્ચા અને ચિંતા છે તે સમસ્યા ઉકેલવા ભણી પણ સરકારે પ્રથમ વખત કાનુની જોગવાઈ કરી છે.
નવા ભારતીય ન્યાય સંહિતાની નવી પ્રસ્તાવિત જોગવાઈ મુજબ ખુદ પરણીત હોવા છતાં પણ કોઈ મહિલાથી તે છુપાવીને ફકત તેની સાથે લગ્ન કરવા તે જાહેર ન કર્યુ કે તેની સાથે જાતીય સંબંધ બાંધવા તેમાં પણ તેનું પરણીત હોવાનું છુપાવવું તે અપરાધ ગણાશે આ માટે ‘કપટ’ રચવાનો અપરાધ ભારતીય ન્યાય સંહિતાની 69ની કલમમાં જોગવાઈ છે. જે ઉપરાંત લગ્ન નહી કરવાના ઈરાદા છતા તે માટે મહિલાને વચન આપવું તેની સાથે જાતીય સંબંધો બાંધવા જે બળાત્કારની વ્યાખ્યામાં ન આવતા હોય તો પણ તેવા કૃત્ય માટે 10 વર્ષ સુધીની જેલ સજા અને દંડ થઈ શકશે. જેમાં ડીસીન્ટફુલ એટલે કે કપટી રીતે થતા કૃત્ય જેમાં ઈરાદાપુર્વક ખોટા વચનો આપીને મહિલાને ફસાવાય છે તે વ્યાખ્યા નિશ્ર્ચિત કરવામાં આવી છે. જેમાં ઓળખ છુપાવવાની સાથે લગ્ન સંબંધી સ્ટેટસ-પરણીત કે નહી વિ. પણ ઉમેરાશે.
એક વખત આ કલમ ઉમેરાય પછી ‘લવ-જેહાદ’ જેવા કેસોમાં અદાલતી કામકાજ સરળ બની જશે. આ જોગવાઈમાં નોકરી આપવાના બહાને લગ્ન કરાયાના વચનમાં વિ. પ્રકારના ‘કપટી’ રીતોનો પણ અન્ય ધર્મની છોકરી કે મહિલાને તેની પ્રેમજાળ, લાલચ માં લપેટીને પછી લગ્ન કરવાના બહાને સેકસ સંબંધનો સમાવેશ કરાયો છે. લવ જેહાદએ એક છુપો પણ વાસ્તવિક અપરાધ બની ગયો છે. ખાસ કરીને વિધર્મી દ્વારા બાંધવા, ખોટી ઓળખથી પોતાનો ધર્મ છુપાવવો, બળજબરીથી ધર્માંતર કરાવવું વિ.ને વધતા કેસોનો પણ અહી સમાવેશ થઈ જશે.