દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ED સામે હાજર નહીં થાય. EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી આબકારી નીતિ કેસમાં આજે હાજર થવા માટો બોલાવ્યા હતા. ઇડી લીકર નીતિ કૌભાંડમાં મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યું છે. ચર્ચા છે કે તપાસ એજન્સીએ કેજરીવાલને સમન્સ પાઠવ્યા પહેલા પુરાવા ભેગા કર્યા છે. આ ઘટનામાં તપાસ એજન્સી પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી ચુકી છે. મુખ્યમંત્રી કેજરીવાલના હાજર થયા પહેલા આપ સરકારના અન્ય એક મંત્રી રાજકુમાર આનંદને ત્યા ઇડીએ રેડ કરી છે. આ કેસ કસ્ટમ કેસ સાથે જોડાયેલો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDને જવાબ આપ્યો છે, કેજરીવાલે કહ્યું “સમન્સ નોટિસ ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. નોટિસ એ સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવી છે કે મને ચાર રાજ્યોમાં પ્રચાર કરવાની મંજૂરી ન મળે.હું આમ કરી શકતો નથી. EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.”