મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે તેમનો 9 દિવસનો અનશન ખતમ કર્યો છે. સાથો સાથ તેમણે સરકારને આ મુદ્દો ઉકેલવા માટે બે મહિનાનો સમય પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો મુદ્દો નહી ઉકેલવામાં આવે તો તેમના ક્રમિક ધરણા ચાલુ રહેશે. વધુમાં કહ્યું કે, હું સરકારને અપીલ કરૂ છું કે, મરાઠા આરક્ષણ મુદ્દો ઉકેલાય નહી ત્યાં સુધી કોઈ પણ ભરતી પણ કરવામાં ન આવે જે અંતિમ અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ.
તેમણે કહ્યું કે, મરાઠાવાડાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. પરંતુ અમે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ફેલાયેલા મરાઠાઓ માટે લડી રહ્યાં છીએ, અમે 40 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે તેમજ તે માટે રાહ પણ જોઈ છે. જ્યાં સુધી સરકાર અનામત નહી આપે ત્યાં સુધી જપીશ નહી.
મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાંગેએ કહ્યું કે, દરેક જિલ્લામાં લોકો આનશન પર બેઠલા છે અને આંદોલન કરી રહ્યાં છે. જે લોકો મને કહી રહ્યાં છે રોડ પર આવી જાઓ અને અનામત માટે લડો. માટે જ તમને પૂછી રહ્યો છું કે, હવે આપણે સરકારને સમય આપવો જોઈએ કે નહી અને આપવો જોઈએ તો કેટલો ? 2 મહિનાનો સમય આપીએ છીએ. કેમ કે, પૂરા મહારાષ્ટ્રમાં કામ કરવાની જરૂરિયાત છે. જેઓ વચન તોડશે તો આપણે તેમને દરેક જગ્યાએ રોકીશું. આપણે મુબંઈ તરફ ચાલીશું.