મોરબી શહેરમાં એક હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી ઈરફાન નામના મુસ્લિમ યુવકે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યાની જઘન્ય ઘટના ઘટી છે. પીડિતા યુવતીએ આ મુસ્લિમ યુવક ઈરફાન વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનનારી યુવતી અને ઇરફાન અલીભાઈ સુમરા નામનો મુસ્લિમ યુવક ઇન્ટાગ્રામથી એકબીજાના સમ્પર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વિડીયોકોલ પણ થયા હતા, જો કે ઇરફાને આ વીડિયોકોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. યુવતીના ભાઈને જાણ થતા યુવતીએ ઈરફાન સાથે સંબંધ તોડી નાખ્યાં હતા. પણ ઇરફાને યુવતીને તેની સાથેના વિડીયોકોલ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી અને મળવા આવવા મજબુર કરી હતી.
ઈરફાન આ યુવતીને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં તેના મામાની વાડીએ લઈ ગયો હતો અને છરીની અણીએ યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. યુવતી તેના તાબે ન થતા ઇરફાને તેને માર પણ માર્યો હતો. યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ થયા છે. યુવતીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ભોગ બનનારી યુવતીએ આરોપી ઈરફાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઈરફાન વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.





