લાયન્સ ઇન્ટરનેશનલની સાથે ડ્ઢૈજં, ૩૨૩૨ ત્ન માં ગવર્નર ન્ૈર્હ હિરલબા જાડેજા એ પણ હંગર પ્રોજેક્ટને ડ્ઢૈજંના મુખ્ય પ્રોજેક્ટ તરીકે જાહેર કરેલ છે તે મુજબ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા આવનાર દીપાવલી તહેવારોને ધ્યાનમાં રાખી ભાવનગરમાં વસતા અતિ જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોના સહાયક બની તેમના ઘેર કોઈ ભૂખ્યું ન રહે અને તહેવારોની ઉજવણી આનંદ અને ઉત્સાહથી કરે તે માટે શુક્રવારે ૫૧૧ જરૂરીયાત મંદ વ્યÂક્તને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ સેવા કાર્યને બિરદાવવા અને મેમ્બર્સને પ્રોત્સાહિત કરવા ન્ૈર્હ હીરલબા જાડેજા ગવર્નર ખાસ ઉપÂસ્થત રહ્યા અને સંસ્થાની સતાવાર મુલાકાત કરી લાયન્સ સિટીના સેવા કાર્યોની નોધ લીધી, સાથે ભાવનગર મહાનગર પાલિકા કમિશ્નર એન.વી. ઉપાધ્યાયએ ખાસ ઉપÂસ્થત રહી સેવા કાર્યને બિરદાવી સંસ્થાની સાથે મેમ્બર્સને પ્રોત્સાહિત કરેલ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અભયસિહ ચૌહાણ પણ સહભાગી બન્યા હતાં. એકજ સ્થળે ૫૧૧ પરિવારાની વચ્ચે ગવર્નરની સાથે વાઇસ ગવર્નર અને ઁસ્ઝ્રઝ્ર ન્ૈર્હ કમલેશ શાહની સાથે રીજીયન ચેરમેન, ઝોન ચેરમેન અને ડ્ઢૈજંના હોદેદારો ઉપÂસ્થત રહી સેવા યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ સેવા પ્રોજેક્ટમાં વિધવા, નિરાધાર, દિવ્યંગો, લેપ્રોશી વસાહત અને અન્ય જરૂરિયાત મંદ પરિવારોને લાભ મળેલ.